દિલ્હી / દિલ્લીમાં શરદ પવાર અને અમિત શાહ વચ્ચેની મુલાકાતથી અટકળો તેજ

દિલ્હી : દિલ્લીમાં વિપક્ષી એકતાના પ્રયાસ વચ્ચે શરદ પવારે અમિત શાહ સાથે મુલાકાત કરી છે. તેમની આ મહત્વની મુલાકાત ચોમાસુ સત્ર દરમિયાન થઈ છે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં પૂર અને કોરોનાની સ્થિતિ અંગે પણ બંને નેતા વચ્ચે ચર્ચા થાય તેવી સંભાવના છે. વિપક્ષી એકતા માટે સતત પ્રયાસો આ બેઠક શરદ પવાર અને અમિત શાહની તે દિવસે […]

દિલ્હી / આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન મોદી e-RUPI લોન્ચ કરશે

દિલ્હી : વડાપ્રધાન મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન એટલે કે ઈ-રૂપી લોન્ચ કરશે..ઈ-રૂપી એક પ્રીપેડ ઈ-વાઉચર છે. આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ વિત્તીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ સાથે મળીને વિકસાવ્યું છે. આ સોલ્યુશનનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન પેમેન્ટને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. […]

દિલ્હી : ડ્રગ્સ કેસના આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી આવતાની સાથે જ ગુજરાત ATSએ દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો

દિલ્હી : નાર્કોટિક્સના કેસમાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત ATSએ નાર્કોટિક્સના ગુનામાં આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી આવતાની સાથે જ દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો છે. કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા ગુજરાત ATSએ 175 કરોડનાં હેરોઇન ના કેસમાં આ કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાને ઝડપી પડ્યો છે.

ઝટકો/ દેશના 9 રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ ના ભાવે સદી વટાવી, હવે સાયકલ લઈ લો

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ગુરુવારે 52 દિવસમાં નવમી વખત વધી છે. સરકારી ઓઈલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 27 પૈસા વધારો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને પગલે લોકોને ઈંધણના ભાવમાં ઘટાડાની કોઈ સંભાવના દેખાતી નથી. એવા સમયે કે પેટ્રોલ અને ડીઝલના આકાશને આંબતા […]

Delhi: ભારતીય અર્થવ્યવસ્થામાં જોરદાર સુધારો થઇ રહ્યો છે, જલ્દી જ કોવિડ-19 પહેલાના આર્થિક સ્તરને પાર કરશે

Delhi: કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત પુન:પ્રાપ્તિની દીશા તરફ આગળ વધી રહી છે અને, આ આર્થિક સ્તર પૂર્વ-કોવિડ -19 પહેલાના સ્તરને પાર કરવાના માર્ગ પર આગળ વધી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતોના પ્રધાને, COVID-19 રોગચાળાને કારણે ઉદ્યોગોના સંગઠનો સાથે વર્તમાન અને ભાવિ પડકારો અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. […]

Delhi Unlock: દિલ્હીમાં 31 મેથી શરૂ થશે અનલોકની પ્રક્રિયા

દેશની રાજધાની દિલ્હી માં કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડવા લાગી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને જોતા હવે દિલ્હી સરકારે ધીરે ધીરે લોકડાઉન ખતમ કરવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા 31મી મેથી તબક્કાવાર રીતે શરૂ થશે. કન્સ્ટ્રક્શનની ગતિવિધિઓ અને ફેક્ટરીઓ […]

દિલ્હીમાં વરસતા વરસાદે 70 વર્ષનો રેકોર્ડ તોડયો

વર્ષ-1951 બાદ મે માસમાં પહેલીવાર ભારે વરસાદ તૂટી પડ્યો છે. વરસાદને લીધે ગરમી ગાયબ થઈ ગઈ છે. આના લીધે દિલ્હીમાં ભરઉનાળે લોકોને ઘરમાં પંખા અને એસી બંધ કરવાની નોબત આવી પડી છે. ગુજરાતને ઘમરોળ્યા બાદ તાઉતે વાવાઝોડાએ રાજધાની દિલ્હીને બાનમાં લીધું છે. દિલ્હીમાં સતત બે દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દિલ્હીમાં વરસતા […]

દિલ્લીમાં સીએમ કેજરીવાલે કરી ચાર મોટી જાહેરાત

દિલ્હીમાં કેજરીવાલ સરકારે કોરોના કાળમાં ચાર મોટી જાહેરાતો કરી છે. જેમાં કોરોનાથી મૃત્યુ પર 50 હજાર વળતર ઉપરાંત કમાનાર વ્યક્તિના મૃત્યુ પર 2500 રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવશે. અનાથ બાળકોને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. દિલ્હીમાં ગરીબોને 10 કિલો અનાજ મફત મળશે. દિલ્હીના સીએમ અરવિંદ Kejriwal એ કહ્યું કે કોરોનામાં ચારે તરફથી સામાન્ય […]

દિલ્હી જલ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું કે, દિલ્હીમાં 6થી 8 મે વચ્ચે થઈ શકે છે પાણીની અછત

કોરોના સંકટ અને ઓક્સિજનની કિલ્લત વચ્ચે દેશની રાજધાની દિલ્હીના કેટલાય હિસ્સામાં હવે પાણીની અછત પેદા થઈ શકે છે. દિલ્હી વાસીઓની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ લેતી નથી. દિલ્હી જલ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું કે તેમણે પાણીની ભારે ઘટનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે હરિયાણા અને પંજાબથી મળનારા પાણીની આપૂર્તિમાં ઘટ આવી છે. એવામાં […]

હાઈકોર્ટની ફટકાર બાદ દિલ્હી સરકારે કોરોનાની સ્થિતિને લઇ સેના પાસે માગી મદદ

રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્થિતિ એ કોઈનાથી છૂપી નથી. દિલ્હીમાં જેમ જેમ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ હોસ્પિટલ્સમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. દિલ્હીમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં માત્ર 20 ICU અને વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે. દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ બદતર બની રહી છે. દરરોજ 20 હજારથી વધુ સંક્રમિત મળી રહ્યાં છે. […]

Verified by MonsterInsights