VADODARA : તહેવારો આવતાની સાથે જ ખાણીપીણીના વેપારીઓ કમાવવાની લાયમાં ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ કરે છે. ત્યારે વડોદરા કોર્પોરેશને આ અંગે કવાયત હાથ ધરી છે. જેમાં પાણીપુરી વિક્રેતાઓ પર કોર્પોરેશનની તવાઈ આવી છે. કોર્પોરેશનના વાઘોડિયા રોડ સહિત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી. પુરી, ચણા તથા મસાલાના નમુના લેવામાં આવ્યા છે. નમુના ફેઇલ જશે તો તે વેપારીઓ સામે કાર્યવાહી થશે. ગઇકાલે કોંગ્રેસના કોર્પોરેટરોએ સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે નવું શું ખુલે છે.