Wed. Sep 18th, 2024

Viral Photo : તસવીર જોઇને ચકરાયા લોકો, ફોટામાં એક યુવતી જોવા મળી રહી છે જે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે

કેટલીક વાર ફોટોગ્રાફર એવી કરામત કરે છે કે ફોટો વાસ્તવિકતામાં દેખાય છે એનાં કરતાં વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે.

આ ફોટો Reddit યૂઝર MK24ever દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ મારી દીકરી, પણ તેનું બાકીનું શરીર ક્યાં છે? ઓહ… હું જોઉં છું, તમે પણ જોશો ? અલબત્ત, આ ફોટો જોયા પછી કોઈનું મન પણ ગુંચવાઈ જાય. પરિણામે, ફોટો શેર થતાની સાથે જ તે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો. આ પછી, બાળકીના શરીરના બાકીના ભાગ ક્યાં છે તે શોધવા માટે યૂઝર્સ પોતાની કલ્પનાનાં ઘોડા દોડાવવા લાગ્યા અને પૂછપરછ પણ શરૂ કરી!

ફોટામાં એક યુવતી જોવા મળી રહી છે જે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ ફોટાએ લોકોને મૂંઝવણમાં મૂકી દીધાં છે, કારણ કે આ જોયા પછી લાગે છે કે બાળક ખાડામાં છે. પરંતુ આ ફોટાની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ જ કારણ છે કે આ ફોટાને સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો આ ફોટાની પઝલનો સમાધાન શોધવા કલાકો સુધી તેમના મનનાં ઘોડાઓ દોડાવી રહ્યા છે.

આ પછી, @TimKietzmannએ આ ફોટો શેર કર્યો અને લખ્યું, ‘તેમાં ફોટોશોપનો ઉપયોગ થયો નથી.’ ખરેખર તે એક કમાલનો ફોટોગ્રાફર છે કે જેણે આ ફોટો લીધો છે, તેણે આ ફોટો એ રીતે લીધો છે કે જેથી કોઈ પણ તેને જુએ છે તે મૂંઝવણમાં આવે તેની ખાતરી છે. જો કે, ટ્વિટર યુઝર @bioinfolucas એ ફોટોશોપની મદદથી આ ફોટાની વાસ્તવિકતા જાહેર કરી છે. ખરેખર, છોકરીના અડધા શરીરને એક દિવાલ દ્વારા ઢાંકવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights