Wed. Dec 4th, 2024

World Milk Day 2021: આજે ઉજવાઈ રહ્યો છે ‘વિશ્વ દૂધ દિવસ’, જાણો તેનું મહત્વ

દૂધનું મહત્વ સમજાવવા અને આહારમાં દૂધને શામેલ કરવાના જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
1 જૂને વિશ્વભરમાં વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે. આરોગ્ય માટે દૂધ ખૂબ મહત્વનું છે અને સાથે આપણા આહારમાં પણ મહત્વનું છે. દૂધનું મહત્વ સમજાવવા અને આહારમાં દૂધને શામેલ કરવાના જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ છે કે દૂધને વૈશ્વિક ખોરાક તરીકે ઓળખવામાં આવે. દર વર્ષે આ દિવસની ઉજવણી માટે એક વિશેષ થીમ તૈયાર કરવામાં આવે છે.

આ કારણથી ઉજવણી કરવામાં આવે છે

આ દિવસની ઉજવણીનું કારણ એ છે કે દૂધને વિશ્વવ્યાપી ખોરાક તરીકે ઓળખવામાં આવે. લોકોને એવું લાગે છે કે દૂધ ફક્ત બાળકોના સ્વાસ્થ્ય માટે જ જરૂરી છે અને મોટી ઉંમરના લોકોને તેની જરૂર હોતી નથી. પરંતુ એવું નથી, દૂધ દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. લોકોમાં આ વાત ફેલાવવા માટે આ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

લોકોને આ વાત સમજાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે કે આહારમાં દૂધને શામેલ કરવું મહત્વપૂર્ણ છે કારણ કે તેને પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આ સાથે, આ દિવસની ઉજવણીનો હેતુ ડેરી અથવા દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં સ્થિરતા, આજીવિકા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

વિશ્વ દૂધ દિવસ નિમિત્તે, આ વર્ષની થીમ ‘પર્યાવરણ, પોષણ અને સામાજિક-આર્થિક સશક્તિકરણની સાથે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ દિવસે જાગૃતિ ફેલાવવા માટે જે પણ કાર્યક્રમો યોજવામાં આવશે તે આ થીમને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

આ રીતે થઈ શરૂઆત

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2001 માં વિશ્વ દૂધ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જે સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય દૂધ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છેભારત સહિત સમગ્ર વિશ્વમાં જ્યાં 1 જૂને વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ભારતમાં, 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ પણ ઉજવવામાં આવે છે. 26 મી નવેમ્બર 2014 ના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી પ્રથમવાર કરવામાં આવી હતી. આ દિવસ ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા તરીકે ગણવામાં આવતા ડો. વર્ગીઝ કુરિયનના માનમાં ઉજવવામાં આવે છે. તેમનો જન્મ 26 નવેમ્બરના રોજ થયો હતો, તેના કારણે આ દિવસને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Related Post

Verified by MonsterInsights