Sat. Oct 5th, 2024

અંબાજીનું આપણું અંબાજી whatsapp ગ્રુપ બન્યું શ્રમિક વર્ગ નો સહારો…

*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*

*ગ્રુપ એડમીન સુનિલ બ્રહ્મભટ્ટ સહિત ગ્રુપના સદસ્યો એ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું..*

શક્તિપીઠ અંબાજી અંબાજી ધામ એ પવિત્ર નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે અંબાજી ધામ એ અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અંબાજી ખાતે અનેક દયાળુ અને સેવાભાવી લોકો પણ વસવાટ કરતા કરે છે જ્યારે હાલમાં મોડર્ન યુગમાં મોબાઈલ થી લોકો અનેક કાર્ય કરતા હોય છે એટલુજ નહિ આ ટેકનિકલ યુગ માં અનેક લોકો મોબાઈલથી સારા કામ પણ કરી બતાવતા હોય છે ત્યારે વાત કરવામાં આવે તો અંબાજી ખાતે છેલ્લા 8 થી 10 વર્ષ અગાઉ એક whatsapp group સુનિલ બ્રહ્મભટ્ટ દ્વારા બનાવવામાં આવ્યું હતુ અને આપણું અંબાજી ગ્રુપ ના સભ્યો હંમેશા ધાર્મિક કાર્યોમાં અને સેવા કાર્યોમાં આગળ રહેતા હોય છે આ ગ્રુપના સભ્યો એક પરિવારની જેમ રહેતા હોય છે અને ગામની સમસ્યાઓમાં ખડેપગે રહી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરતા હોય છે જ્યારે વાત કરવામાં આવે તો અંબાજીના સ્થાનિક લોકો આપણું અંબાજી ગ્રુપ માં એક પરિવાર ના સદસ્યો ની જેમ રહી ગામના વેક્તી પર આવેલી આફત ને પોતાના પરિવાર પર આવેલી આફત ઘણી અને આફતને ટાળવા માટે ગામના સભ્ય ને મદદ રૂપ થતાં હોય છે જ્યારે વાત કરવામાં આવે કે અંબાજી બ્રહ્મપુરી વિસ્તારમાં રહેતા રઘુભાઈ મેઘવાલ નું દુઃખદ નિધન તથા અને તે ઘરના મોભી હોય તેમને ત્રણ દીકરી અને એક દીકરો છે જ્યારે આ ઘરના મુખ્યાનું દુઃખદ નિધન થતા પરિવાર પર જાણે આભ ફાટ્યું હોય તેવી ઘટના બની હતી પરિવારને આ મોભીના મોત ને લઇ અને મરણ વિધિઓ માટે પણ મદદની જરૂર હોય ત્યારે આપણું અંબાજી ગ્રુપના એડમીન સુનિલ બ્રહ્મભટ્ટ દ્વારા આપણું અંબાજી ગ્રુપમાં મદદ માટે મેસેજ વાયરલ કર્યો હતો અને ચોક્કસપણે વાત કરવામાં આવે કે આપણું અંબાજી ગ્રુપ ના સદસ્યો જે ધાર્મિક અને સેવા કાર્યોમાં સદૈવ તત્પર રહેતા હોય છે તે લોકોએ આ કાર્યમાં આગળ આવી અને દોઢ દિવસ ની અંદર 42 હજાર ઉપરાંત ની માતબર રકમ એકઠી કરી અને આ પરિવાર સુધી રાજસ્થાન પહોંચાડી અને ઉમદા કામગીરી કરી છે જ્યારે હાલના યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા થી પણ સુંદર કાર્ય થઈ શકતા હોય છે તેવું ઉત્તમ ઉદાહરણ આપણું અંબાજી ગ્રુપના સદસ્યો એ પૂરું પાડ્યું છે આપણું અંબાજી ગ્રુપ ના સદસ્યોએ અમુક લોકોએ ગુગલના માધ્યમથી અને સોશિયલ મીડિયા થકી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા જ્યારે અમુક લોકોએ રોકડ રકમ જમા કરાવી અને પરિવારને સહારો બન્યા અને મદદરૂપ થયા છે ચોક્કસ પણે વાત કરવામાં આવે કે આ કામગીરીને લઇ અને આપણું અંબાજી ગ્રુપના સદસ્યો ની પ્રશંસા અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વહી રહી છે..

*આપણું અંબાજી ગ્રુપના એડમીન જોડે અમારા પ્રતિનિધિ રિતિક સરગરા એ ટેલીફોનીક વાત કરતા તેમણે જણાવ્યું*

આપણું અંબાજી ગ્રુપ મે ૨૦૧૩થી બનાવ્યુ હતું આ ગ્રુપ ની અંદર અંબાજી ના સારા કામોમાં આ ગ્રુપના સદસ્યો આગળ અને તત્પર રહેતા હોય છે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આ ગ્રુપના સદસ્યો આગળ રહેતા હોય છે અંબાજી ના સ્થાનિક લોકો ને એક કરી અને એક પરિવારની જેમ આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને અંબાજીના કોઇ વ્યક્તિને કોઇ સમસ્યા થાય તો આ ગ્રુપ એક પરિવારની સમસ્યા સમજી અને તે પરિવારને સહારો બનતી હોય છે એટલું જ નહીં આ પહેલી વાર નહીં પણ આ ગ્રુપ ના સદસ્યો એ અગાઉ પણ એક સ્થાનિક છોકરાને અકસ્માતમાં સારવાર અર્થે ફાળો ઉઘરાવી અને મદદરૂપ થયા હતા અને મને ગર્વ છે કે હું આ ગ્રુપ નો એડમીન છું મને મારા પરિવાર જેવા ગ્રુપ ના સદસ્યો મળ્યા છે એટલું જ નહીં અગાઉ પણ અમારા ગ્રુપના સદસ્યો આવા સેવા કાર્યોમાં તત્પર રહેશે તેવો મને મારા ગ્રુપ ના સદસ્યો પર વિશ્વાસ છે તેવું સુનિલભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું..

*ગ્રુપના સદસ્યો એ અને દાતા દ્વારા પણ મેસેજ વાંચી ફાળો મોકલાવ્યો*

અંબાજીના સ્થાનિક લોકો જે આપણું અંબાજી ગ્રુપમાં જોડાયેલા છે તે લોકોએ 100, 200,500 અને યથાશક્તિ ફાળો મદદ માટે આપ્યો છે જ્યારે બહારના લોકો એ પણ આ મેસેજ વાંચી અને તે પરિવારને મદદ કરવા માટે ફાળો મોકલાવ્યો છે એટલું જ નહીં આ તમામ ફાળો એકઠો કરી અને તે પરિવાર સુધી તેમની વિધી પૂર્ણ કરી શકે તે માટે રાજસ્થાન મોકલવામાં આવ્યો છે…

*દાતાશ્રીઓએ 42,344 જેટલી માતબર રકમનું દાન એકઠું કરી મરણ વિધિ માટે રાજસ્થાન મોકલાવ્યુ*

પરિવાર ને મરણ વિધિ માટે મદદ કરવા મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો અને એક જ દિવસમાં પરિવારની જેમ જોડાયેલા મોબાઈલ ગ્રુપમાં દાનની રકમ એકઠી થવા લાગી હતી જ્યારે ગ્રુપ થકી રોકડ રૂપિયા 25,471 એકઠા કરાયા જ્યારે google pay ના માધ્યમથી 16,873 એકઠા કરાયા એટલે ચોક્કસપણે વાત કરવામાં આવે તો ગ્રુપના સદસ્યો મળી કુલ 42,344 નો ફાળો એકઠોકરી પરિવાર સુધી રાજસ્થાન મોકલવામાં આવ્યો હતો..

Related Post

Verified by MonsterInsights