Sun. Oct 13th, 2024

અનોખો સંયોગ: સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે સગડી દાનમાં આપનાર 85 વર્ષીય દાતાની જ સૌથી પહેલા તે સગડી પર અંતિમવિધિ કરવામાં આવી

પાટણના બાલિસાણા ગામે પાટીદાર યુવાનો દ્વારા તાજેતરમાં જુના સ્મશાનમાં સાફસૂફી કરીને ગામમાં જ અંતિમવિધી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બાલીસાણા ગામના જ વતની દ્વારા દાનમાં આપવામાં આવેલી સગડી શનિવારે જ ફીટ કરવામાં આવી હતી. જો કે, યોગાગુયોગ સગડીમાં સૌથી પહેલા દાન આપનારની જ અંતિમવિધિ કરવામાં આવી હતી. આ માટે બાલિસાણા ગામના વતની અને જલોત્રા માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય હરજીવનભાઈ પટેલના દીકરા કમલેશભાઈ અને રાકેશભાઈ દ્વારા કાસ્ટિંગ સગડી બનાવીને ભેટ આપવામાં આવતા શનિવારે જ તેને ફીટ કરવામાં આવી હતી.

કોરોના સંક્રમણને કારણે મૃત્યુનું પ્રમાણ એટલી મોટી સંખ્યામાં વધ્યું છે કે, રાજ્ય સસરકારે વિવિધ સ્મશાન ગૃહમાં લાકડાની જરૂરિયાતને પહોંચી વળવા માટે જલાઉ લાકડા વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરવો પડ્યો છે. કોરોનાને કારણે હોસ્પિટલમાં તો શું મર્યા પછી અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહમાં પણ જગ્યા નથી મળતી.

તે સમયે હરજીવનભાઈ પટેલની બીમારીને કારણે તબિયત લથડી જતાં 85 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું. સવારે સગડી ફીટ કરાવી હતી અને તે સગડી પર સૌપ્રથમ અંતિમવિધિ દાતા હરજીવનભાઈ પટેલની જ કરવામાં આવી હતી.

 

Related Post

Verified by MonsterInsights