Wed. Sep 18th, 2024

અભિનેતા સિદ્ધાર્થ શુકલા પંચતત્વમાં વિલીન,બોલીવુડ શોકમગ્ન

બિગબૉસ 13ના વિનર અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ અંતિમ સંસ્કારમાં ફેન્સની ભારે ભીડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર પહોચ્યા હતા. તમામે ભારે મન અને ભીની આંખે સિદ્ધાર્થ શુકલાને અંતિમ વિદાય આપી હતી.

સિદ્ધાર્થ શુકલાનું શરૂઆતનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં ડૉક્ટરોએ એક્ટરના મોતના સાચા કારણનો ખુલાસો કર્યો નથી. સિદ્ધાર્થના વિસરાને ડૉક્ટરોએ રાખી લીધો છે. કેટલાક સમય બાદ એક્ટરનો ફાઇનલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી જશે.

બ્રહ્મકુમારી રીત રિવાજ સાથે સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કાર ઓશિવારા શ્મસાન ઘાટ પર કરવામાં આવ્યા હતા. કોરોનાને ધ્યાનમાં રાખતા મુંબઇ પોલીસે પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, સિદ્ધાર્થના ફેન્સ ભારે વરસાદ અને પોલીસના પ્રતિબંધ છતા તેના અંતિમ સંસ્કાર માટે શ્મસાન ઘાટ બહાર ઉભા રહ્યા હતા.

Related Post

Verified by MonsterInsights