Sun. Oct 13th, 2024

અમદાવાદમાં એક એવા વ્યક્તિ છે, જેમને પોતાના કાર્યસ્થળનુ ફર્નિચર કાળા રંગનું કર્યુ અને ફોટોમાં વિશ્વિની વિભૂતીઓને સ્થાન આપ્યુ

જો તમારે તમારા ઘર કે ઓફીસનું રાચ રચીલુ બનાવવાનું હોય તો તમે કેવુ બનાવો? સામાન્ય રીતે લોકો ફર્નિચરમાં ઉજાશવાળા રંગ એટલે કે લાઇટ કલર પસંદ કરે અને જો ફોટોગ્રાફ રાખવાનો હોય તો મોટે ભાગે કુદરતી સૌદર્યમાં પહાડો, નદીઓ, સમુદ્ર, પક્ષી અને પ્રાણીઓના ફોટો મૂકે. અથવા તો લટેસ્ટ સ્કેચથી ઘર અને ઓફિસને ડેકોરેટ કરે છે. પણ અમદાવાદમાં એક એવા વ્યક્તિ છે જેમને પોતાના કાર્યસ્થળનુ ફર્નિચર કાળા રંગનું કર્યુ અને ફોટોમાં વિશ્વિની વિભૂતીઓને સ્થાન આપ્યુ.

આખુ ઓફિસ મહાન વિભૂતિઓની તસવીરોથી ભરેલું

મનોજ સોની અમદાવાદમાં રિયલ એસ્ટેટ કન્સલટન્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. મનોજ સોનીએ પરિવારના વિરોધ છતાં તેમની ઓફિસમાં કાળા રંગનું ફર્નિચર કરાવ્યુ છે. સાથે જ ઓફિસમાં તેમણે 33 વિશ્વ વિભૂતીઓના ફોટો પણ લગાડ્યા છે. જેમાં ભારત અને વિશ્વના અન્ય રાજકીય નેતાઓ, આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામેલા સ્પોર્ટસ સેલિબ્રિટી, હોલીવુડ અને બોલીવુડના સુપરસ્ટાર, દેશ અને દુનિયાના જાણીતા બિઝનેસમેન ભારતના મહાન વૈજ્ઞાનિક, જાણીતા ટેકનોક્રેટ તથો મોટિવેશનલ સ્પીકરનો સમાવેશ થાય છે.

તેમની ઓફિસમાં નજરે પડતા મહાનુભાવાનો ફોટો પર નજર કરીએ તો….

સરદાર પટેલ, લીયોની મેસ્સી, ઓશો રજનીશ, અમિતાભ બચ્ચન, યોકોવીચ, વ્લાદિમીર પુતિન, ચાણક્ય, લિયોનાર્ડો ડી કેપ્રિયો, નીક વીજીક, નીતા અંબાણી, સ્ટીવ જોબ્સ, મુકેશ અંબાણી, સ્વામી વિવેકાનંદ, જમશેદજી તાતા, અબ્દુલ કલામ, રોજર ફેડરર, ટોમક્રુઝ, હુસૈન બોલ્ટ, ધીરૂભાઇ અંબાણી, વોરેન બફેટ, વિરાટ કોહલી, રતન તાતા, વિલ સ્મીથ, ડો હોમીભાભા, બાબાસાહેબ આંબેડકર, કરસનભાઇ પટેલ, સુનિલ મિત્તલ, રોબર્ટ જોન, માર્ક ઝુગરબર્ગ, બિલ ગેટ્સ, અબ્રાહમ લિંકન, નરેન્દ્વ મોદી, કાર્લેોસ

આ તસવીરો મને સારી રીતે જિંદગી જીવવાની પ્રેરણા આપે છે

ઓફિસમાં મહાનુભૂતિઓના ફોટો મૂકવા વિશે તેમણે કહ્યું કે, આ તમામ લોકો એવા છે કે જેમણે શૂન્યમાંથી સર્જન કર્યુ છે અને દેશ દુનિયામાં પોતાની ખ્યાતિ ઉભી કરી છે. આ ફોટો જોયા બાદ આપણી અંદર રહેલી શક્તિને બહાર લાવવાનો એક પ્રયાસ કરુ છું. ઉદ્યોગપતિઓના ફોટો એટલા માટે રાખ્યા છે કે તેમનો દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો છે. સામાન્ય વ્યક્તિને એવો જ સંદેશ આપવો છે કે જિંદગીને સારી રીતે જીવો. જો વિચાર સુંદર હશે તો જિંદગી સારી રહેશે.

દરેક વ્યક્તિ 29000 દિવસની જિંદગી લઇ પૃથ્વી પર આવે છે

આ સાથે વાત કરતાં તેમણે કહ્યુ કે, જ્યારે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ યોજાઇ હતી, ત્યારે રતન ટાટાએ સ્પીચ આપી હતી અને કહ્યુ હતુ કે જિંદગી પ્રિપેઇડ છે. ત્યારથી તેમણે જીવવાની પદ્ધતિ બદલી હતી. પૃથ્વી પરનો દરેક વ્યક્તિ 29000 દિવસની જિંદગી લઇ આવ્યો છે અને આ જિંદગી લીઝ પર હોય છે. જેમાં 10000 દિવસ સુવામાં પસાર થાય છે. બાકી રહેલા 19000 દિવસમાં બાળપણ, જવાની અને ઘડપણમાં પસાર થાય છે. તેથી તેને અન્જોય કરવુ જોઇએ.

Related Post

Verified by MonsterInsights