Sat. Dec 14th, 2024

અમદાવાદ સિવિલનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર, રાજ્ય સરકાર સામે આ માંગ રાખી

નર્સિંગના વિદ્યાર્થીઓ હાલ કોરોનાના કપરાકાળમાં હોસ્પિટલમાં દિવસ-રાત સેવા આપી રહ્યા છે. હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવાના કારણે અમુક વખતે બેથી ત્રણ વિદ્યાર્થી જ આખા વોર્ડની દેખરેખ કરે છે, અમુક વખતે ઓવર ડ્યૂટી પણ કરવી પડે છે. તેમ છતાંય તેમને યોગ્ય વળતર આપવામાં આવી રહ્યું નથી. તથા નર્સિંગ સ્ટાફની કાયમી ભરતી કરવામાં આવી રહી નથી. ઉપરાંત જે નર્સિંગ સ્ટાફનું મૃત્યુ કોરોનાના કારણે થયુ છે, તેમાંથી ઘણાંને હજુ સુધી સહાય અપાઇ નથી. એ લોકોને જલદથી જલદ સહાય આપવામાં આવે તેવી માંગ નર્સિંગ સ્ટાફે કરી છે.

તાઉત તોફાનના કારણે રાજ્યમાં ભારે નુકશાન થયુ છે, ત્યારે બીજી તરફ નર્સિંગ સ્ટાફની હડતાલ રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો બની છે. આજરોજ આખા ગુજરાતમાં તમામ નર્સિંગ સ્ટાફ તેમની માંગોને લઇ પ્રતિક હડતાળ પર છે. જો સરકાર તેમની માંગો નહીં માને તો અનિશ્ચિત સમય માટે હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી છે.

નર્સિંગ સ્ટાફની માંગો

કેન્દ્ર સરકારના ધોરણે તમામ ખાસ એલાઉન્સ (નર્સીગ, યુનિફોર્મ અને વોશીંગ) અને ગ્રેડ પે.

આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે.

નર્સિંગ સ્ટૂડેન્ટ્સને યોગ્ય સ્ટાઇપેન્ડ.

હાયર સ્કેલનો સ્લેબ 12-24ને બદલે 10-20-30 કરવામાં આવે.

નર્સીસની અછત નિવારવા જરૂરી આયોજન.

બઢતી, બદલી અને નવી જગ્યાઓ ઉપલબ્ધ કરાવવા.

નર્સિંગ શિક્ષણ પરત્વે યોગ્ય આયોજન.

કોવિડ ફરજો દરમિયાન નર્સિંગ સ્ટાફે એક પણ રજા નથી લીધી, જેને જમા કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે.

વર્ષ 2005માં નિમણૂક મેળવી ફરજો બજાવતા સ્ટાફ નર્સ સંવર્ગને ન્યાય.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લા.

એનપીએમ મેટર.

સેપ્રેટ ડીરેક્ટોરેટ ઓફ નર્સિંગ (નર્સિંગ સેલ)ની રચના કરવી.

Related Post

Verified by MonsterInsights