એસઓજીના પીઆઈની પત્ની સ્વીટીના ગુમ થવાની વાત હવે ઘરે ઘરે ચર્ચાનો વિષય બની ગયો છે. આ કેસમાં હાલ પીઆઈનો પૉલિગ્રાફી ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ ચાલી રહ્યો છે. હજી સુધી આ કેસમાં કોઈ ખાસ કડી મળી નથી. તેમજ સ્વીટીની કોઈ ભાળ મળી નથી. હવે આ કેસ રાજ્યની બે મહત્વની એજન્સી ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવાયો છે.
આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ સ્વીટી ગુમ કેસમાં વડોદરા પહોંચ્યા છે. તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાચના એ.સી.પી. ડી. પી. ચુડાસમાને સોપવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદની ક્રાઇમ બ્રાચની ટીમ કરજણ ખાતે આવી પહોંચી હતી. અને અત્યાર સુધી આ પ્રકરણની તપાસ કરી રહેલા ડિ.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી પાસેથી તપાસના કાગળો લીધા હતા. તે બાદ નવેસરથી તપાસનો દોર શરૂ કર્યો હતો.