અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી* *તંત્રની કામગીરી ઉપર સતત દેખરેખ : સહાયમાં બાકી તમામને તાકીદે ચુકવણી કરવા સુચના

0 minutes, 0 seconds Read

*અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી*

*તંત્રની કામગીરી ઉપર સતત દેખરેખ : સહાયમાં બાકી તમામને તાકીદે ચુકવણી કરવા સુચના*

*સૌથી વધુ અસરગ્રસ્ત ધારી, ખાંભા, જાફરાબાદ, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી*

અમરેલી, તા: ૩ જુન

ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલની તાઉતે વાવાઝોડા અસરગ્રસ્ત એવા અમરેલી જિલ્લાની રાહત અને પુનઃસ્થાપનની તથા સમગ્ર કામગીરીના સુપરવીઝન સાથે અસરકારક અમલીકરણ તેમજ વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા ગુજરાત સરકાર દ્વારા નિમણુંક કરવામા આવી છે.

આ અંગે વાત કરતા અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ જણાવે છે કે સમગ્ર રાજ્યમાં તાઉતે વાવાઝોડાના લીધે કદાચ સૌથી વધુ અસર અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોના થઇ છે. પરંતુ અમરેલી વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાના બીજા જ દિવસથી દરેક પ્રકારની સહાય તેમજ સર્વેની કામગીરી આરંભી દેવામાં આવી હતી. હાલ અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી અને પાણીની સેવા પુનઃપ્રસ્થાપિત થતા જનજીવન રાબેતા મુજબ શરુ થયું છે. આગામી દિવસોમાં સહાયમાં બાકી તમામને સહાયની ચુકવણી કરવા તંત્ર દ્વારા પ્રયત્નો શરુ છે.

અધિક મુખ્ય સચિવશ્રીએ અમરેલી જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત ધારી, ખાંભા, જાફરાબાદ, રાજુલા તાલુકાઓની રૂબરૂ મુલાકાત લઈ પ્રાંત કચેરી દ્વારા નિયુક્ત કરેલ વિવિધ ટીમને જરૂરી માર્ગદર્શન તથા સંકલનમાં રહી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ વિવિધ સહાય પૈકી રોકડ સહાય, ઘરવખરી સહાય, તેમજ મકાન સહાય વગેરે જેવી સહાય તાત્કાલિક અસરથી પ્રાપ્ત થાય તે માટે સુચારુ વ્યવસ્થા કરવા તથા અસરગ્રસ્ત તાલુકાઓમાં પ્રાથમિક સુવિધાઓ ઝડપી મળી રહે તે માટે સબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અધિક મુખ્ય સચિવશ્રીએ ફોરેસ્ટ વિસ્તારની હદમાં અમરેલી ડીવીઝન તથા તુલસીશ્યામ રેન્જમાં આવેલ કુલ-૫ નેસ પૈકી હડાળા રેન્જમાં આસુન્દારી નેસ, દોઢીનો નેસમાં સૌથી વધુ વાવાઝોડાનાં લીધે અસરગ્રસ્ત થયેલ જણાતા શ્રી મનોજ અગ્રવાલ દ્વારા આસુન્દારી નેસની રૂબરૂ મુલાકાત કરી નેસનાં પરિવાર જનો સાથે રૂબરૂ ચર્ચા કરી નુકશાનીની વિગતો મેળવી સહાય ઝડપથી પ્રાપ્ત થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
રીપોર્ટર…, ભરતભાઈ ખુમાણ
જનતા
ન્યુઝ ગુજરાત અમરેલી

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights