Sun. Oct 13th, 2024

આણંદના આંકલાવની જ્યાં એક 17 વર્ષનો સગીર 25 વર્ષની યુવતીના પ્રેમમાં પડ્યો અને પછી થયું એવુ કે કોઈએ વિચાર્યું પણ નહોતુ

આણંદ : સગીરાઓને લગ્નની લાલચ આપી ભગાડી જેવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવે છે પણ અહીં તો એક યુવતી સગીરને ભગાડી ગઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાત છે આણંદના આંકલાવની. જ્યાં એક 17 વર્ષનો સગીર 25 વર્ષની યુવતીના પ્રેમમાં પડ્યો અને પછી થયું એવુ કે કોઈએ વિચાર્યું પણ નહોતુ.

અજબ પ્રેમની ગજબ કહાની જેવા આ કિસ્સાની શરુઆત સગીર જ્યારે નર્સરીમાં નોકરી કરતો હતો ત્યારથી સગીરને 25 વર્ષની યુવતી સાથે પ્રેમ થયો. યુવતીએ પણ સગીરને લગ્નની લાલચ આપી અને બસ દુનિયા ભૂલી બંનેએ સાથે જીવવા મરવાના કોલ લીધા હોય તેમ ઘરેથી ભાગી જવાનો નિર્ણય કર્યો. સગીર ઘરેથી 5 હજાર રૂપિયા અને યુવતી ઘરેથી 7 હજાર રૂપિયા લઈ ભાગી. બંને સુરતના વરાછામાં ગયા અને ત્યાં ભાડાના મકાનમાં રહેવાનો નિર્ણય કર્યો, ભાડાના મકાનમાં રહેવા માટે ત્રણ મહિનાનું એડવાન્સ ભાડું પણ આપી દીધુ હતું.


મહિલા સાથે દુષ્કર્મ અને જાતિય સંબંધ માટે બળજબરી જેવા કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે આવી માનસિકતા ધરાવતા લોકો સામે પોક્સો હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવે છે પણ આણંદના આંકલવના બિલપાડ ગામે થોડી વિચિત્ર ઘટના બની. જ્યાં એક 25 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને ભગાડી ગઈ. સગીરના પિતાની ફરિયાદ બાદ બંનેની શોધખોળ હાથ ધરી પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

સગીર અચાનક ગાયબ થતાં તેની શોધખોળ હાથ ધરાઈ ત્યારે પરિવારજનોને યુવતી સાથેના પ્રેમસંબંધ અંગે જાણ થઈ અને યુવતી પણ ગાયબ જણાતા પોલીસને જાણ કરી. પોલીસે તપાસ બાદ સુરતના વરાછા હોવાનું જાણમાં આવ્યું અને બંનેને પકડી આંકલાવ લાવવામાં આવ્યા. પોલીસને મળેલી માહિતી મુજબ યુવતીના બે વખત લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા છે અને હાલ સગાઈ પણ થઈ છે. તેમ છતાં તેણે હવે સગીરને ટાર્ગેટ બનાવ્યો. તેથી પોલીસે પણ આ ગંભીર ગુનો ગણી યુવતી સામે અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights