Wed. Dec 4th, 2024

આને કહેવાય “પોતાના પગે કુલાડી મારવી” પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આ કોંગ્રેસના કાર્યકર્તાએ પોતાનું જ બાઈક તળાવમાં ફેંકી દીધું

જેમ જેમ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. તેમ તેમ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ ફાટી નીકળ્યા છે. તમને યાદ હશે કે ભાજપની સરકાર આવ્યા પહેલા પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં અનેક પ્રદર્શન થતા હતા. સરકાર બદલાતા લોકોને આશા હતી કે ભાવ ઘટશે. પરંતુ ભાવ તો તે સમયની તુલનામાં વધુ પ્રમાણમાં વધ્યા. અને હવે ફરી વિરોધ પ્રદર્શનોનો સમય શરુ થયો છે. ભારત ક્રિએટીવ લોકોથી ભરેલો દેશ છે એ તો માનવું જ પડે. વિરોધ પ્રદર્શનમાં પણ એવા આઈડીયા લઇ આવે છે કે વાયરલ થઇ જાય.

આવી જ એક ઘટના તેલંગાનામાં બની છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં અહીં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ એવો વિરોધ કર્યો કે વાયરલ થઇ ગયા. જી હા આ વિરોધમાં કાર્યકરોએ પોતાના જ એક કાર્યકર્તાનું બાઈક સાગર લેક એટલે કે તળાવમાં સ્વાહા કરી દીધું. અને માંગ કરી કે પેટ્રોલ ડીઝલમાં વધેલા ભાવને પરત ખેંચવામાં આવે.

પ્રદેશ એકમ અધ્યક્ષ એન ઉત્તમકુમાર રેડ્ડી, કાર્યકારી પ્રમુખ એ રેવંત રેડ્ડી અને પોન્નમ પ્રભાકર, સાંસદ કોમતી રેડ્ડી, વેંકટ રેડ્ડી, સીએલપી નેતા ભટ્ટી વિક્રમાર્ક, ધારાસભ્ય ટી જયપ્રકાશ રેડ્ડી, AICC પ્રવક્તા દાસોજુ શ્રવણ સહિત ઘણા કોંગ્રેસ નેતાઓએ પેટ્રોલ પમ્પ આસપાસ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વધતી કિંમતોના વિરોધમાં પ્રદર્શનની જાહેરાત

9 જૂને, કોંગ્રેસે જાહેરાત કરી હતી કે 11 જૂને દેશભરના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો વિરોધ કરશે. વિપક્ષી પાર્ટીએ કહ્યું હતું કે ઘણા રાજ્યોમાં બળતણના ભાવ 100 રૂપિયાને પાર થયા બાદ તેઓએ શેરીઓમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. પાર્ટીએ તમામ રાજ્ય એકમો અને ફ્રન્ટલ સંગઠનોને ભાવ વધારાનો વિરોધ કરવા અને માંગણી કરવા નિર્દેશ આપ્યો છે.

કે.સી. વેણુગોપાલે પ્રોટેસ્ટની કરી માંગ

કોંગ્રેસ સંગઠનના મહામંત્રી કે.સી. વેણુગોપાલે જનાતાની થતી લૂંટ અને ભાવવધારો પાછો ખેંચવાની તાત્કાલિક માંગ માટે રાજ્યના એકમોને પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અનિયંત્રિત વધારા, આર્થિક મંદી, વ્યાપક બેરોજગારી, વેતન ઘટાડા અને રોજગારના અભાવથી પીડાતા લોકો પર તેની અસર સામે જાહેર અભિયાન ચલાવવું જોઈએ.

રાજ્યના એકમોને લખ્યો પત્ર

કેસી વેણુગોપાલે રાજ્યના એકમોને લખેલા પત્રમાં કહ્યું હતું કે રોગચાળાની વચ્ચે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવમાં વધારાથી આખરે તમામ ઘરની વસ્તુઓ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં અભૂતપૂર્વ વધારો થશે. ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયા છે.

Related Post

Verified by MonsterInsights