Sun. Oct 13th, 2024

આ રાજ્યમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાયુ, માત્ર જરૂરી સેવા જ કાર્યરત

ઉત્તર પ્રદેશમાં આશિંક લોકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેમાં યુપીમાં 31 મી મે સવારે 7 વાગ્યા સુધી આંશિક લોકડાઉન અમલમાં રહેશે. આ દરમ્યાન રસીકરણ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, મેડિકલ સંબંધિત કામ અને અન્ય જરૂરી તથા ફરજિયાત સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. આ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ અવનીશ અવસ્થીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના લોકોના જીવન અને જીવનનિર્વાહની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. આ ભાવનાથી જ અમે કોરોનાની આ બીજી લહેરમાં આંશિક કોરોના કર્ફ્યુ નીતિ અપનાવી છે. રાજ્ય વ્યાપી આંશિક કોરોના કરફ્યુના સકારાત્મક પરિણામો મળ્યા છે. તે કોરોના ચેપની સાંકળ તોડવામાં મદદ કરે છે.

રાજ્યના લોકોનો પણ ઘણો સહયોગ મળી રહ્યો છે. સક્રિય કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના પગલે 31 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી આંશિક કોરોના કરફ્યુમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

કોરોનાના કેસમાં રાહત

ઉત્તર પ્રદેશમાં શનિવારે કોરોના વાયરસથી વધુ 226 દર્દીઓનાં મૃત્યુ થયા હતા તેમજ કોરોનાના 6,046 નવા કેસ નોંધાયા છે. અધિક મુખ્ય સચિવ આરોગ્ય અમિત મોહન પ્રસાદે શનિવારે જણાવ્યું હતું કે ચેપના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે 24 એપ્રિલના રોજ રાજ્યમાં સૌથી વધુ 38,055 કેસ નોંધાયા છે અને તેની તુલનામાં આજે ફક્ત 6,046 કેસ આવ્યા છે. જે 84.02 ટકા ઓછા છે.

સક્રિય દર્દીઓની સંખ્યામાં ઘટાડો

પ્રસાદે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 17,540 કોરોનાના દર્દીઓ સાજા થયા છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 15,51,716 દર્દીઓ ચેપ મુક્ત થયા છે. તેમણે દાવો કર્યો હતો કે કોરોના ચેપથી સાજા થતા દર્દીઓની ટકાવારી હવે વધીને 93.02 ટકા થઈ ગઈ છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા 22 દિવસમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

રાજ્યમાં હાલમાં 94,482 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જે 30 એપ્રિલ સુધીમાં 3,10,783 સક્રિય કેસની તુલનામાં 69.06 ટકા ઓછા છે.

ત્રણ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરાયા

યુપીના અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્યએ કોરોના સેમ્પલની તપાસ અંગે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને શુક્રવારે ઉત્તર પ્રદેશ છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ ટેસ્ટ કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. પ્રસાદના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 64 કરોડથી વધુ કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights