Specially-abled dancer 4: વ્યક્તિ જો ઈચ્છે તો કોઈ પણ કામ તેના માટે મુશ્કેલ નથી. રસ્તામાં કેટલી પણ અડચણો કેમ ન મળે જો માણસનું મન મક્કમ હોય તો તે પોતાના લક્ષ્ય સુધી અવશ્ય પહોંચે છે. આજ વાતને સાબિત કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
વીડિયોમાં એક મહિલા તેના પાર્ટનર સાથે ડાન્સ કરતી જોવા મળે છે. હવે તમે કહેશો કે ડાન્સ કરવો એ તો સામાન્ય વાત છે તેમાં ખાસ શું છે? તો તમને જણાવી દઈએ કે આ વીડિયો વેનેઝ્યુએલાનો છે અને વીડિયોમાં દેખાતી ફીમેલ ડાન્સર આન્દ્રેના હર્નાન્ડેઝે અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ મહિલાએ એ જ જગ્યાએ જઈને ડાન્સ પરફોર્મ કર્યો જે જગ્યાએ પાંચ વર્ષ પહેલા તેનો અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેણે પોતાનો એક પગ ગુમાવવો પડ્યો હતો. તેણે પોતાના પાર્ટનર રોબર્ટ સાથે ઘટના સ્થળે જઈને સાલ્સા ડાન્સ પરફોર્મ કર્યો અને આ ડાન્સને રેકોર્ડ પણ કરાવ્યો. પરફોર્મન્સ દરમિયાન તેના મોઢા પર સ્મિત જોવા મળે છે.
View this post on Instagram
આ વીડિયોને હાલ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ ડાન્સ ફેસ્ટિવલ દરમિયાન આ ડાન્સ રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયોને 4 જૂનના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને હમણા સુધીમાં હજારો લોકોએ જોયો અને પસંદ કર્યો છે. વીડિયો જોઈને લોકોને પ્રેરણા મળી રહી છે અને લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.