Sun. Oct 13th, 2024

ઈન્ટરનેશનલ ટી ડે, The Hong Pao Tea છે વિશ્વની સૌથી મોંઘી ચા

યુનાઈટેડ નેશનની તરફથી ભારતના અનુરોધ પર 21મેને ઈન્ટરનેશનલ ટી ડે તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યૂએનની તરફથી આ દિવસે આયોજનનો ઉદેશ ખેડૂતોને તેની ઓળખ આપવાનો પણ નક્કી કર્યો છે. ભારતમાં ચાના દિવાનોની કમી નથી. કેટલાક લોકોનો દિવસ તો ચાના ઘૂંટ સાથે શરૂ થાય છે. 21 મેના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચા દિવસ એટલે કે ઈન્ટરનેશનલ ટી ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2019થી પહેલા દર વર્ષે 15 ડિસેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.આ વર્ષે બીજી, જ્યારે 21 મેના રોજ ઈન્ટરનેશનલ ટી ડે ઉજવવામાં આવે છે. જાણો દુનિયાની સૌથી મોંઘી ચા વિશે. આ ચાનું નામ છે ધ હોંગ પાઓ.

આ ચાનો એક ઘૂંટ પણ પડી શકે છે સૌથી મોંઘો

વિશ્વની સૌથી મોંઘી ચા એટલે કે ધ હોંગ પાઓની એક ગ્રામની કિંમત માટે તમારે 1400 ડોલર ચૂકવવા પડશે, અને જો તમને આ ચા એક પોટમાં જોઈએ તો તેના તમારે 10 હજાર ડોલરથી પણ વધુ ખર્ચ કરવો પડશે.

શરીરના સ્વાસ્થય માટે અત્યંત ગુણકારી છે ધ હોંગ પાઓ ચા

ચીનના એક નાનકડા શહેર ફુઝિયાનના વુઈસન વિસ્તારમાં આ ચા મળે છે, ધ હોંગ પાઓ ચા સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. એક ખાસ વૃક્ષથી તૈયાર થાય છે ધ હોંગ પાઓ ચા જીવનરક્ષક માનવામાં આવે છે. જેના કારણે તેની કિંમત સોના કરતા પણ વધું છે. આ ચાની એક ચૂસ્કી અંદાજીત 9 કરોડની છે.

વર્ષ 2002માં એક ધનવાન વ્યવસાયીએ આ ચાની 20 ગ્રામ માત્રા ખરીદવા માટે 28 હજાર ડોલર ચૂકવ્યા હતા. ચીનમાં ચા પીવાની સંસ્કૃતિ અંદાજીત 1500 વર્ષ જુની છે. તેમ છત્તાં આ ચાની કિંમતે તમામના હોશ ઉડાવ્યા છે.

 

મ્યુઝિયમમાં રાખી છે સૌથી મોંઘી ચાની પત્તી

ધ હોંગ પાઓ ચા (The Hong Pao Tea) વિશ્વમાં સૌથી મોંઘી છે. (The Costliest Tea In The World) કારણકે આ ચા જે વૃક્ષમાંથી બને છે તે હવે બહુજ ઓછા એટલે કે નથી જેટલા જ બચ્યા છે. તેવામાં જે પ્રાચીન ચા સંગ્રહિત કરીને રાખવામાં આવી છે, તેને અનમોલ કરાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ચા જે વૃક્ષમાંથી બનાવવામાં આવતી હતી તે 300 વર્ષો સુધી પહાડો પર મળી આવતા હતા. એવું કહેવામાં આવે છે કે ધ હોંગ પાઓ ચાનું ઉત્પાદન કરવાવાળું વૃક્ષ 2005માં ખત્મ થઈ ગયું હતું.

Related Post

Verified by MonsterInsights