ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. યુપી પોલીસ કંટ્રોલ રૂમના WhatsApp નંબર ઉપર આ ધમકી આપવામાં આવી છે. ધમકી મોકલનારાએ પડકાર ફેંક્યો છે કે ચાર દિવસમાં તમે જે કરી શકો તે કરી લો. આ મામલો લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે અને નંબરની તપાસ કર્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે 29 એપ્રિલની મોડી સાંજે યુપી પોલીસના યુપી ઇમરજન્સી સર્વિસ ડાયલ 112 WhatsApp નંબર પર એક શંકાસ્પદ મેસેજ આવ્યો હતો અને સીએમ યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીભર્યા મેસેજમાં શંકાસ્પદ વ્યક્તિએ લખ્યું છે કે તે 5 મા દિવસે સીએમ યોગીને મારી નાખશે. આ ચાર દિવસમાં મારું જે કરી શકતા હોવ તે કરી લેજો. આરોપીઓને પકડવા માટે પોલીસ ટીમ પણ બનાવવામાં આવી છે.
આ પહેલીવાર નથી જ્યારે સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પહેલા સીએમ યોગી આદિત્યનાથને મે 2020 માં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. 112 ના સોશ્યલ મીડિયા ડેસ્કના વ્હોટ્સએપ પર ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો. ધમકીની સાથે સીએમ યોગીને પણ એક વિશિષ્ટ સમુદાય માટે જોખમ ગણાવ્યા હતા. આ મામલે પોલીસે ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં કલમ 505 ગુનો દાખલ કર્યો હતો.