કચ્છ:ગાંધીધામના ટાગોર રોડ પર કાર અડફેટે ગાયનું મોત,ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ પર વાહન ચાલકો સ્પીડ ઉપર કાબુ જાળવી ન શકતા હોવાને કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. આજે ટાગોર રોડ પર પૂરપાટ જઇ રહેલા કારચાલકની વચ્ચે ગાય આવી જતાં કાબુ ન થતાં કાર ગાયમાં અથડાઇ હતી

જેમાં ગાયનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે આ અકસ્માતમાં કારની હાલત જોતાં ચાલકને પણ ઇજા પહોંચી હશે પરંતુ પોલીસ ચોપડે મોડે સુધી ન નોંધાતા વધુ વિગતો મળી શકી ન હતી.

અહેવાલ: પંકજ જોષી કચ્છ

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page