Sun. Oct 13th, 2024

કોરોના સંક્રમણમાંથી મુક્ત થઇ કંગના, કહ્યુ કે, સાજા થવાનુ રહસ્ય નહીં જણાવું

પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહેતી અભિનેત્રી કંગના હવે કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થઈ છે.તેણે પોતે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી.

કંગનાએ કહ્યુ હતુ કે, તમારા બધાના પ્રેમ અને શુભેચ્છાના કારણે કોરોનાથી હું મુક્ત થઈ છું. મેં વાયરસને કેવી રીતે હરાવ્યો તે અંગે મારે ઘણુ કહવેુ છે પણ મને કહેવામાં આવ્યુ છે કે, કોરોના ફેન ક્લબની લાગણી ઘવાવી જોઈએ નહી.કારણકે વાયરસ માટે તમે જરા પણ ખરી ખોટી સંભળાવો તો ઘણા લોકોની લાગણી દુભાય છે.તમારા બધાના પ્રેમ અને શુભકામના માટે આભાર.

ઉલ્લેખનીય છે કે, કંગનાનુ ટ્વિટર એકાઉન્ટ આ મહિનાની શરુઆતમાં સોશિયલ મીડિયા સાઈટસ દ્વારા નિયમોનો હવાલો આપીને કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ હતુ. એ પછી અભિનેત્રી ઈન્ટાગ્રામ પર સક્રિય છે. જોકે કોરોનાના મામુલી ફ્લુ ગણાવતી પોસ્ટ કંગનાએ ઈન્સટાગ્રામ પર મુકી હતી અને તે પાછળથી હટાવી દેવાઈ છે.

કંગના દેશના ઘણા ખરા મુદ્દા પર કોઈ જાતના ખચકાટ વગર પોતાની વાત શેર કરતી હોય છે. ટ્વિટરે એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા બાદ હવે તે ઈન્સટાગ્રામ પર સક્રિય છે અને ત્યાં પણ પોતાની પોસ્ટ મુકી રહી છે. હાલમાં તે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષ પર નિવેદનો આપી રહી છે.

Related Post

Verified by MonsterInsights