અમદાવાદના એસ.જી. હાઈવે થી એરપોર્ટ સુધીની BRTS શટલ બસ સેવા 3 વર્ષથી બંધ હતી. આ સેવા કોર્પોરેશને ફરી શરુ કરવાનો નિર્ણય લેવાયો છે.
જેમાં દિવાળી પહેલા આ બસ સેવા શરૂ થઈ જશે. એરપોર્ટ પર CCTVથી સજ્જ BRTS બસ સ્ટેન્ડ બનાવાશે. જેમાં સવારે 6થી રાતે 11 સુધી દર 30 મિનિટે બસ મળશે.
જેમાં એરપોર્ટ બસ સેવા કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, શિવરંજની, હિંમતલાલ પાર્ક, IIM, શાસ્ત્રીનગર, RTO, શાહીબાગ થી એરપોર્ટનો રૂટ નક્કી કરાયો છે.