ભારત હવે વીજળીના વિતરણ માટે ગ્રીન ટેરીફ પર કામ કરી રહ્યું છે, જે અંતર્ગત વીજ કંપનીઓ સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ્સના અંતર્ગત તૈયાર કરવામાં આવેલી વીજળીને કોલસા અથવા અન્ય પારંપરીક ઈંધણથી તૈયાર કરવામાં આવેલી વિજળીની તુલનામાં સસ્તી હશે. આ પ્લાન વિશે કેન્દ્રીય વીજળી તેમજ રિન્યૂવેબલ ઉર્જા મંત્રી રાજ કુમાર સિંહે મંગળવારે આ મામલે જાણકારી આપી હતી કે તેમણે આનાથી ભારતમાં સ્વચ્છ એનર્જીના ઉપયોગની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. તેને વિશ્વ નો સૌથી વધુ સ્વચ્છ ઉર્જા કાર્યક્રમ ગણાવી રહ્યો છે.

ઉર્જા મંત્રી રાજ કુમાર સિંહે જણાવ્યું કે આ મુદ્દે એક નિયમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, તેમણે જણાવ્યું કે આ વાત મંગળવારે એનર્જી ટ્રાઝીશન થીમ પર બે પક્ષકાર વાત થયા પછી થવા વાળા કર્ટન રેઝર પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરવામાં આવી હતી, તેમણે જણાવ્યું હતું કે આ પ્લાનને અમલ કરવામાં આવ્યા પછી, કોઈ પણ વીજળી વિતરણ કંપની એક્સ્લુઝીવ રૂપે ખરીદી કરશે તેને ગ્રીન ટેરીફ પર સપ્લાઈ કરવામાં આવશે.

વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની વીજ વપરાશની ક્ષમતા ૮૧૭ ગીગાવાટ સુધી પહોંચી જશે

જોકે રાજ્યની વીજ વિતરણ કંપનીઓ પોતાના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા સ્વચ્છ એનર્જી ડેવલોપર્સને નિરાશ કરી રહી છે.ઓપન એક્સેસ સુનિશ્ચિત કરવાનો મતલબ એ છે કે ગ્રીન ઈલેક્ટ્રિસિટીની ખપત કરવાવાળી કેપ્ટિવ ગ્રીન એનર્જી પ્લાન્ટ સેટઅપ કરી શકાય છે . સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરીટીના જણાવ્યા મુજબ, ૨૦૩૦ સુધી ભારતની કુલ વીજળી ખપત વધીને ૮૧૭ ગીગાવોટ સુધી હશે.

કેન્દ્ર સરકારનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ભારતનમાં સોલર અને પવન ઉ્જા ટેરિફ અત્યાર સુધી સૌથી નીચા સ્તરે પર ગયું છે. સોલર ટેરીફનો ભાવ ૧.૯૯ રૂપિયા પ્રતિ યૂનિટ અને પવન એનર્જીનો ભાવ ૨.૪૩ રૂપિા પ્રતિ યુનિટ છે, ભારચે ૨૦૨૨ સુધી ૧૭૫ ગીગા વોટની રિન્યૂવેબલ ક્ષમતા વધારવાનો લક્ષ્ય રાખ્યું છે. જેમાં ૧૦૦ ગીગાવોટ સોલર પ્લાન્ટ છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page