ગંગામાં તરતી લાશોનું દ્રશ્ય લોકોની આંખોમાંથી હજુ વિમુખ થયું નથી ત્યાં જ કાનપુરના શિવરાજપુરના ખતરનાક દ્રશ્યો સામે આવ્યા છે. આ દ્રશ્યો છે ખેરેશ્વર ઘાટના, જ્યાં સૈયા ઘાટ કરીને આવેલા સ્થળ પર અત્યારસુધીમાં હજારોની માત્રામાં મૃતદેહોને દફન કરવામાં આવ્યા છે.
દફનાવેલી લાશો જ દેખાય રહી છે
હવે અહીં સ્થિતી એવી આવીને ઉભી છેકે જ્યાં જુઓ ત્યાં દફનાવેલી લાશો જ દેખાય રહી છે. એક અંદાજ મુજબ અને સ્થાનિકોના કહેવા મુજબ રોજની 35થી 40ની માત્રામાં અહીં લાશો દફનાવામાં આવે છે અને અત્યારસુધીમાં 1 હજારથી વધુ મૃતદેફ દફનાવી દેવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છેકે આ જે લાશો દફન કરવામાં આવી છે તેમાંથી મોટાભાગની હિન્દુ લોકોની લાશો છે હિંદુ ધર્મમાં અંતિમ સંસ્કારની પ્રકિયા કરાતી હોય છે.
એક વિશાળ કબ્રસ્તાન સમું બની ગયો
આમ છતાં અહીં લાશોની દફનવિધી કરવામાં આવી છે ત્યારે આ અંગે અહીંના સ્થાનિકોને પૂછવામાં આવતાં તેઓ કહી રહ્યાં છે કે ઉપરથી આદેશ હતો એટલે દફનાવી છે. ત્યારે આ સમગ્ર બાબતની હકિકત શું છે તે તો તપાસનો વિષય છે પરંતુ એક વાત ચોક્કસ છે. કાનપુરના શિવરાજપુર સ્થિત આ ખેરેશ્વર ઘાટ હાલમાં જાણે એક વિશાળ કબ્રસ્તાન સમું બની ગયો છે જ્યાં નજર કરો ત્યાં દફનાવેલી લાશો જ લાશો દેખાય રહી છે.