રાજકોટમાં શનિવારે મોડી સાંજે આકાશમાં યુએફઓ જોવા મળ્યાની વાત વહેતી છે. ગઈકાલે સાંજે રાજકોટના આકાશમાં વિચિત્ર પદાર્થ આકાશમાં જોવા મળ્યો હતો. તેથી લોકોએ ઉડતી રકાબી જોવાનો દાવો કર્યો છે. કુતુહલ સર્જાતા લોકોએ આ પ્રકાશને પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, ઝડપભેર આ પ્રકાશ અંતર કાપી આકાશમાં અદ્રશ્ય થયો હતો.

ઉડતી રકાબી જેવો યુએફઓ 2 મિનિટ માટે રાજકોટના આકાશમાં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા ગોંડલના આકાશમાં આ રીતે જ યુએફઓ જેવો પ્રકાશ જોવા મળ્યો હતો. જોકે, આ વખતે દેખાયેલો પ્રકાશ પણ રાજકોટથી ગોંડલ તરફના આકાશમાં જોવા મળ્યો છે.
આમ, રાજકોટના આકાશમાં ઉડતી રકાબી જેવા દેખાયેલા પદાર્થે ભારે ચર્ચા જગાવી છે. તેથી લોકોએ પોતાના મોબાઈલમાં આ પ્રકાશને કેદ કર્યો છે. લગભગ દોઢ મિનિટ સુધી આકાશમાં પ્રકાશ જોવા મળ્યો હતો. આમ, આ UFO હોવાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.