Mon. Oct 7th, 2024

ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ

સ્ટેટ લેવલે શિક્ષક અને વિદ્યાર્થીની ઓનલાઇન રિયલ ટાઇમ એટેન્ડન્સ જાણી શકવા સાથે જિલ્લાવાર તેમજ કોર્સવાર માહિતી દીક્ષા પર્ફોમન્સના આધાર ઉપર આપી શકાય તેવી અદ્યતન સુવિધા આ નવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 માં ઉપલબ્ધ બનાવાઇ છે.

આ ઈ-કન્ટેન્ટમાં એનિમેટેડ વીડિયો, પ્રયોગોના સિમ્યુલેશન્સ, સ્વ અધ્યયન અને સ્વ મૂલ્યાંકન મોડ્યૂલ અને સંદર્ભ-પૂરક સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કોરોના મહામારીના વિશિષ્ટ સંજોગોમાં ગયુ આખું વર્ષ વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો છે. નવા વર્ષમાં નવા ધોરણનો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં આગલા વર્ષના અભ્યાસક્રમના અગત્યના મૂદાઓનું પૂનરાવર્તન અને મહાવરાથી તે વધુ પાકા-દ્રઢ કરીને જ આગલા ધોરણનો અભ્યાસ શરૂ કરાવવામાં આ જ્ઞાન સેતુ મહત્વપૂર્ણ કાર્યક્રમ બનશે.

જ્ઞાન સેતુ કાર્યક્રમ અન્વયેનું અભ્યાસ સાહિત્ય તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તે ધો-૧ થી ૧૦ના સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. એટલું જ નહિ, કોઇ પણ વિદ્યાર્થી તે ડાઉનલોડ કરી શકે તે હેતુથી સમગ્ર શિક્ષાની વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ બનાવાશે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર ડી.ડી.ગિરનાર પરથી ૧૦ જૂનથી ૧૦ જુલાઇ દરમ્યાન એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવશે અને શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન આપશે.

Related Post

Verified by MonsterInsights