કોરોના સંક્રમણની ચેઈન તોડવા રાજ્યમાં 29 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાગુ છે. લોકડાઉન જેવા કડક નિયમો રાત્રી કર્ફ્યુ થકી લદાયા છે જે આવતીકાલ સુધી અમલમાં રહેનાર છે આ નિયમો તેમજ લોકોની જાગૃકતાએ કોરોનાના ઘમાસાણને રોકવામાં મોટી મદદરૂપ થઈ છે ત્યારે કોરોનાને હજુ વધુ કાબૂમાં લેવા માટે 29 શેરોમાં રાત્રિ કરફ્યુ 5 મે પછી પણ યથાવત રહેશે તેવી તીવ્ર શ્ક્યતા છે.
આ અંગે આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં રાત્રી કર્ફ્યુ હજુ વધુ લંબાવો કે કેમ ?? લોકડાઉન જેવા કડક નિયમો જેમ છે તેમ લાગુ રાખવા કે કેમ ?? તે અંગે નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે હાલ 29 શહેરોમાં રાત્રિના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. અગાઉ જે 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો તે 20 શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરના કરફ્યુ 28મી એપ્રિલથી વધારી દેવાયો હતો.
આ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાયની દુકાનો અને તમામ આર્થિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ લગાવી મીની લોકડાઉન લાદી દેવાયું હતું.