Sun. Oct 13th, 2024

ગુજરાત માટે મોટી રાહતનાં સમાચાર,અમદાવાદથી ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન તરફ જઈ શકે છે “તૌકતે”

અરબી સમુદ્રમાં સર્જાયેલું તાવ તે વાવાઝોડું ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાત ના કાંઠે ત્રાટક્યું હતું. જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. રાજ્યના અનેકો જિલ્લામાં વાવાઝોડાનાં કારણે રસ્તાઓ પર ઝાડ પડેલા જોવા મળ્યા હતા.

આપને જણાવી દઇએ કે, તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં તાઉતે વાવાઝોડું નબળું પડી જવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપી છે. વધુમાં તેમણે કહ્યુ કે, વાવાઝોડું આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.

ઉનાથી એન્ટર થયેલું વાવાઝોડું ગઈકાલ રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર સુધી રાજસ્થાન પહોંચે પછી અસર ઓછી થવાની શક્યતા છે. જો કે આ દરમિયાન 100 કિમીની ઝડપે પવનની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.

Related Post

Verified by MonsterInsights