Mon. Oct 7th, 2024

જાણો વ્હાઇટ ફંગસ શું છે અને કેવી રીતે થઈ શકે સારવાર, પરંતુ સંક્રમણ રોગના એક્સપર્ટ ડૉ. ઇશ્વર ગિલાડાનું કહેવુ છે કે આ કોઇ મોટી સમસ્યા નથી,આને મોટી સમસ્યા બનાવી દેવામાં આવી છે. દેશને આવી ગેરસમજનો શિકાર ન બનાવો.

દેશ હવે વ્હાઇટ ફંગસની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યુ છે કે બ્લેક ફંગસ કરતા પણ વ્હાઇટ ફંગસ વધારે ખતરનાક છે. પરંતુ સંક્રમણ રોગના એક્સપર્ટ ડૉ. ઇશ્વર ગિલાડાનું કહેવુ છે કે આ કોઇ મોટી સમસ્યા નથી, પરંતુ આને મોટી સમસ્યા બનાવી દેવામાં આવી છે. દેશને આવી ગેરસમજનો શિકાર ન બનાવો.

ફંગસને રંગ નહિ પણ નામથી ઓળખો

કોઇપણ ફંગસને નામથી ઓળખવી જોઇએ રંગથી નહી, કારણ કે અનેક રંગની ફંગસ હોય છે. ડૉ. ગિલાડા કહે છે કે જેમ એસ્પરજિલોસિસ ગ્રે અને બ્લેક રંગની હોય છે, તેવી જ રીતે બ્લાસ્ટોમાઇકોસિસ ભૂરા રંગની હોય છે. હિસ્ટોપ્લાજ્મોસિસ ઓરેન્જ કલરની હોય છે. યોગ્ય તપાસ થયા બાદ તેની સારવાર પણ સરળ છે. એવા કેટલાય એન્ટી ફંગલ ડ્રગ્સ છે જેનાથી સારવાર ત્રણ થી છ દિવસમાં થઇ જાય છે.

ડૉ. ગિલાડા આગળ કહે છે કે શુગરને નિયંત્રણમાં રાખવાનુ છે અને જયારે ઇમ્યુનિટિ નબળી પડતી હોય ત્યારે ધ્યાન રાખવાનું છે કે ક્યાંક ફંગસ તો નથી થઇ ને. જ્યારે શરીરમાં શુગર વધી જાય છે અને સ્ટેરોઇડના કારણે ઇમ્યૂનિટી ઓછી થાય છે ત્યારે ફંગસ આવી જાય છે.

આર્ગનાઇઝ મેડેસિન એકેડમી ગિલ્ડના મહાસચિવ ડૉ. ઇશ્વર ગિલાડા કહે છે કે વ્હાઇટ ફંગસ સાધારણ ફંગસ છે. જેને અમે વર્ષોથી જોઇ રહ્યા છીએ. આ કૈંડિડા બીકૉન્સ નામની ફંગસથી થાય છે. જેને કૈંડેડિયાસિસ કહેવામાં આવે છે. મહિલાઓમાં લ્યુકોરિયા નામની બિમારી હોય છે. જેમાં શ્વેત પ્રદર હોય છે. તેમાંથી અડધા શ્વેત પ્રદર કૈંડિડિયાથી થાય છે અને 3-4 દિવસમાં સારુ થઇ જાય છે.

વ્હાઇટ ફંગસની સમસ્યા એ લોકોને થાય છે જે લોકો અસ્થમાના દર્દી હોય અને સ્ટેરોઇડ્સ લેતા હોય છે. જેમનું શુગર વધારે થઇ જાય છે, તેમનામાં કૈંડિડા ઇન્ફેકશન થાય છે. કૈંડિડાના ધબ્બા જીભ ઉપર અને તાળવા પર જોવા મળે છે અને તે સફેદ રંગના હોય છે. એટલે જ તેને વ્હાઇટ ફંગસ નામ આપવામાં આવ્યું છે.

Related Post

Verified by MonsterInsights