Thu. Jan 16th, 2025

જાણો શું છે એરલાઇન્સ કંપનીના પ્લાનિંગ, 3000 કરોડના લક્ષય સાથે કંપની રોકાણની ઓફર લાવશે

હાલ બે એરલાઇન્સ લિસ્ટેડ છે

એક્સચેન્જમાં હાલમાં માત્ર બે ભારતીય એરલાઇન્સ, સ્પાઇસ જેટ અને ઈન્ડિગોની લિસ્ટ છે અને તેના પર ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે. આ બંને સિવાય બીજી એરલાઇન જેટ એરવેઝ છે જે નાણાકીય સંકટને કારણે એપ્રિલ 2019 માં બંધ થઈ હતી અને કિંગફિશર એરલાઇન્સ પણ પહેલા એક્સચેંજમાં લિસ્ટ થઈ હતી. ભારતમાં સાત મોટી એરલાઇન્સ ઘરેલું ફ્લાઇટ્સ સર્વિસ પૂરી પાડે છે.

સ્થાનિક મુસાફરોના ટ્રાફિકમાં 8.6% હિસ્સો છે

ગોએઅરની 27 સ્થળો માટે દિવસમાં 300 ફ્લાઇટ્સ છે અને કંપનીના સ્થાનિક મુસાફરોના ટ્રાફિકમાં 8.6% હિસ્સો છે. જો ગોએઅરનો આઈપીઓ આવે છે, તો કંપનીનું વેલ્યુએશન સ્પાઇસ જેટથી ઓછું હશે. પાછલા 6 મહિનામાં ઈન્ડિગોની માલિકીની કંપની ઇન્ટર ગ્લોબ એવિએશનનો શેર 80% વધ્યો છે તે જ સમયે, સ્પાઇસ જેટના શેર આ સમયગાળા દરમિયાન 90% વધ્યા છે.

GoAir 2005 માં શરૂ કરાઈ હતી. તેના કાફલામાં 50 થી વધુ વિમાન છે. આ IPO પર એટલે નજર રહેશે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે ઉડ્ડયન ક્ષેત્ર માટે ખૂબ જ પડકારજનક સમય રહ્યો છે. GoAir ને પણ અસર થઈ છે છતાં કંપનીએ રિબ્રાન્ડિંગ સાથે આઈપીઓ લાવવાની યોજના બનાવી છે. ડીઆરએચપીમાં, કંપનીએ કહ્યું છે કે આઇપીઓનું સંચાલન આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, સિટી ગ્રુપ અને મોર્ગન સ્ટેનલી દ્વારા કરવામાં આવશે. GoAir કહે છે કે નવી બ્રાન્ડ હેઠળની સંપૂર્ણ કામગીરી બદલાવની પ્રક્રિયામાં છે. નવા બ્રાન્ડ સાથે અમે ગ્રાહકોને વધુ સારી રીતે જોડી શકીએ છીએ.

વાડિયા ગ્રૂપની GoAir એ માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે IPO માટે દસ્તાવેજ રજુ કર્યા છે. IPOથી કંપની 3000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. GoAirએ 13 મેના રોજ GO FIRST નામથી તેની એરલાઇન્સને REBRANDING કરી છે . રિબ્રાન્ડિંગ એ કંપનીની IPO સ્ટ્રેટેજીનો એક ભાગ છે. GoAir દ્વારા ફાઇલ કરાયેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) મુજબ, કંપનીએ ગો ફર્સ્ટ ટ્રેડમાર્ક અને લોગોની નોંધણી માટે પણ અરજી કરી છે. એરલાઇને કહ્યું કે તેણે નવા બ્રાન્ડ નેમ અને ટ્રેડમાર્ક્સનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

આ IPO દ્વારા વડિયા ગ્રુપ GO AIRમાં તેની 30 ટકા હિસ્સો વેચી શકે છે. કંપની 2017 થી આઇપીઓ લોંચ કરવાનું વિચારી રહી છે પરંતુ તે હજી સુધી સફળ થઇ નથી. જો કે, તાજેતરમાં દેશના પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ દ્વારા મળેલા જબરદસ્ત પ્રતિસાદને કારણે કંપનીએ ફરી એકવાર આઈપીઓ લોન્ચ કરવાની યોજનાને પુનર્જીવિત કરી છે.

Related Post

Verified by MonsterInsights