જીનોમ સિક્વિન્સીંગ પરીક્ષણોનો ઉપયોગ કોરોના વાયરસના પ્રકારને નક્કી કરવા માટે કરી શકાય છે, તેમજ જો પરીક્ષણ કરવામાં આવે તો મેડિકલ લેબોરેટરી પરીક્ષણમાં જાણી શકાશે
રાજ્યમાં હાલમાં કોરોના ચેપમાં ઘટાડો અને કોરોના કેસોમાં ઘટાડોનો નોંધાયો છે, પરંતુ તંત્રે કોરોના બદલાતા સ્વરૂપ અંગે ચિંતા વ્યક્ત કરી છે, કોરોનામાં એકબાદ એક વેરિયન્ટમાં બદલાવ આવતો હોવાય તેવું સામે આવતા તંત્રની ઉંઘ ઉડી ગઈ છે.
સુરત મનપાએ કોરોના પેટર્ન બદલતા કોરોનાને ઝડપથી ઓળખવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે સુરત મનપાએ જીનોમ સિકવન્સિંગ ટેસ્ટ માટે કેન્દ્રની મંજૂરી માંગી છે. જીનોમ સિકવન્સિંગ ટેસ્ટથી કોરોના વાયરસનો વેરિએન્ટ કયા પ્રકારનો છે જાણી શકાશે તેમજ ટેસ્ટ થકી મેડિકલ લેબોરેટરી પરીક્ષણમાં જાણી શકાશે કે વાયરસનો વેરિએન્ટ કયા પ્રકારનો છે નવા વેરિએન્ટની સમયસર જાણકારી મળશે તો તંત્ર આગોતરૂ આયોજન કરી શકાશે.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પેટર્ન બદલતા કોરોના ને લઈ ટેસ્ટ માટે મંજૂરીની અપીલ કરી છે. જિનોમ સિક્વન્સીંગ ટેસ્ટની મદદથી કોરોના વાયરસના વેરિએન્ટ ક્યા પ્રકારનો છે તે જાણી શકાય છે તેમજ ટેસ્ટ થાય તો મેડિકલ લેબોરેટરી પરીક્ષણમાં જાણી શકાશે, તેમજ જો સમયસર માહિતી ઉપલબ્ધ થશે તો તંત્ર અગાઉથી યોજના બનાવી શકે છે. સુરત મનપાએ કેન્દ્રની મંજૂરી માંગી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુકેના અધિકારીઓએ અત્યંત સંક્રમક ડેલ્ટા વેરિએન્ટ વિશે ચેતવણી જારી કરી છે. તે સાથે જણાવ્યું હતું કે યુકેમાં નવા કોરોના કેસોના 90 ટકા માટે ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર છે. સ્પેનના મેડ્રિડના ઉપ સ્વાસ્થ્ય પ્રમુખ એન્ટોનિયો જાપાટેરોએ જણાવ્યું હતું કે 6 થી 7 અઠવાડિયા દરમિયાન દેશમાં સંક્રમણનું સૌથી મોટું કારણ ડેલ્ટા વેરિએન્ટ હશે. 21 જૂને પૂરો થયેલ લોકડાઉન હવે 19 જુલાઈએ પુરૂ થશે.