જાપાનની રાજધાની ટોક્યો પશ્ચિમી એટમી શહેરમાં મડ-સ્લાઈડની ઘટનાના કારણે ઘણા મકાનો ધરાશાયી થયા હતા અને ઓછામાં ઓછા 20 લોકો ગુમ થયા હતા.ગુમ થયાની લોકોની તપાસ ચાલી રહી છે.
ભારે વરસાદના પગલે ભૂસ્ખલન ઘટના બની છે. જાપાનમાં એક અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે. પહાડ પરથી મોટા પ્રમાણમાં માટી ધસી આવતા લોકોના ઘર અને ઇમારતોને ભારે પ્રમાણમાં નુક્સાન પહોંચ્યું હતું. ભૂસ્ખલનથી આખા વિસ્તારમાં માટી, કીચડ અને કાટમાળ જ જોવા મળી રહ્યો છે.
સેલ્ફ-ડિફેન્સ ફોર્સના જવાનોની સ્થાનિક અધિકારીઓએ મદદ માંગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સવારે 10.30 વાગ્યે બની હતી.
આજુબાજુની નદીઓમાં પાણીના સ્તર વધતા જતા તંત્રએ લોકોને જાગ્રત રહેવાની ચેતવણી આપી છે. તે જ સમયે, વિસ્તારમાં ઉચ્ચ સ્તરીય ચેતવણી જારી કરવામાં આવી છે.
જાપાનમાં ભારે વરસાદને કારણે બુલેટ ટ્રેનો પણ બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આવનાર સમયમાં વધુ ભૂસ્ખલનની સંભાવના છે. જાપાનમાં ભૂસ્ખલનથી સર્જાયા તબાહીના દ્રશ્યો, ચારેકોર કાટમાળ, 20 લોકો લાપતા