Sun. Oct 13th, 2024

ટામેટામાં વિટામીન સી, વિટામીન ઈ ભરપૂર માત્રામાં મળે, ટામેટાનો જ્યૂસ વધારશે તમારી રોગપ્રતિકારક શક્તિ

લાલ ચટાક ટામેટાં એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. ટામેટાંનો ઉપયોગ ભોજનના સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. પૌષ્ટિક ગુણોથી ભરપૂર ટામેટા સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ઘણાં જ લાભદાયી છે.

કોરોનાના આ સમયમાં તમામ પ્રકારના સંક્રમણથી બચવા માટે પોતાની ઈમ્યુનિટીને સારી કરવા પર ભાર દેવામાં આવી રહ્યું છે. ઈમ્યુનિટીને સારી રાખવા માટે ટામેટાંના જ્યૂસને પણ સામે કરવામાં આવે છે. દરરોજ ટામેટાંનો જ્યુસ પીવાથી ચર્મ રોગ જ સારા નથી થતાં પણ ચહેરા પર ગ્લો એટલે કે ચમક આવે છે અને ઈમ્યુનિટી મજબૂત બને છે. એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર ટામેટામાં વિટામીન સી, વિટામીન ઈ અને બીટા કૈરોટિન ભરપૂર માત્રામાં મળે છે. જે ઈમ્યુનિટીને નુકસાન પહોંચાવવા વાળા ફ્રી રૈડિકલ્સની કોશિકાઓને બચાવવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવશો ટામેટાંનો જ્યુસ?

2 ટામેટાં
1 ગ્લાસ પાણી
1 ચપટી મીઠું

ટામેટાંનો જ્યુસ બનાવવા માટે તમારે સૌથી પહેલાં બે ટામેટાંને સારી રીતે ધોઈને કાપી નાખવા અને તેને જ્યુસરમાં પાણી અને ચપટી મીઠું નાખીને ગ્રાઈન્ડ કરી લેવું. હવે આ જ્યુસને એક ગ્લાસ પાણીમાં નિકાળી લેવું. તમારો ટામેટાનો જ્યુસ તૈયાર છે. આ તમારો બેસ્ટ ઈમ્યુનિટી જ્યુસ છે. તમે ઈચ્છો તો આ જ્યુસને મીઠા વગર પણ પી શકો છે.

ટામેટાંનો જ્યુસ પીવાનો ફાયદો

1) કેન્સરનું જોખમ ટળે છે
2) ડાયાબિટીઝ દર્દીઓ માટે ફાયદાકારક
3) ટામેટાંના જ્યુસનું સેવન સ્નાયુઓને મજબૂત બનાવે છે
4) ટામેટાંના સૂપમાં કાળી મરી નાખીને પીવાથી પેટની તમામ સમસ્યાથી છૂટકારો મળે છે.
5) દરરોજ સેવન કરવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે. જ્યુસમાં આદું અને લીંબુનો રસ નાખીને પણ પી શકાય છે.
6) જ્યૂસ પીવાથી લોહી પણ સાફ થાય છે.
7) ટામેટાંનો જ્યુસ પીવાથી ચહેરા પર ગ્લો પણ નિખરે છે.

કેમ ફાયદાકારક છે ટામેટાંનો જ્યુસ?

ટામેટા વિટામીન સીનો સારો સ્ત્રોત હોવાની સાથે જૈવિક સોડિયમ, ફોસફોરસ, કેલ્શિયમ પોટેશિયમ, મૈગ્નેશિયમ અને સ્લફરનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ટામેટાં હાજર ગ્લૂટાથિયોન શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. ટામેટાનો જ્યુ એનર્જી લાવે છે. તેમાં હાજર અનેક રસાયણ વ્યાયામ પછી સ્નાયુઓના દુખાવા અને લોહીના ભ્રમણને સામાન્ય બનાવે છે.

(નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી, જનરલ માહિતીના આધારે લખવામાં આવી છે. કોઈપણ પ્રકારનો પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી. jantanews360 કોઈ દાવાની પુષ્ટિ કરતું નથી.)

 

Related Post

Verified by MonsterInsights