તમે ક્યારેય 3D પ્રિન્ટિંગથી બનેલા ઘર વિશે વિચાર્યું છે? જો નહીં, તો અમે તમને એક ઘર બતાવી રહ્યા છીએ જે તમને આશ્ચર્યચકિત કરી દેશે

0 minutes, 1 second Read

આ ઘર બોસોર્ઝિક શહેરના પેટા શહેરી વિસ્તાર એન્ડોવાનમાં બાંધવામાં આવ્યું છે. જેને એક ડચ કંપનીએ બનાવ્યું છે. ડચ કંપનીએ આવા પાંચ ઘર બનાવવાનો નિર્ણય કર્યો હતો. જેમાંથી આ પ્રથમ ઘર છે અને તેમાં લોકો રહે છે.

આ મકાન બનાવવું સરળ નહોતું. કારણ કે આજ સુધી જે પણ મકાનો 3D પ્રિન્ટિંગથી બનાવવામાં આવતા હતા તે ઘરનો થોડોક ભાગ બનતો હતો. પરંતુ પ્રથમ વખત આ આખું ઘર ફક્ત 3D પ્રિન્ટીંગ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. જો કે, સ્થાનિક વહીવટીતંત્રએ તપાસ બાદ મકાનને લીલી ઝંડી આપી દીધી છે.

યુરોપનું પહેલું 3D પ્રિન્ટેડ હાઉસ સંપૂર્ણ રીતે તૈયાર છે અને ખુબ ચર્ચામાં છે. આ ઘરમાં એલીસ લૂટ્ઝ, હેરી ડેક્કર્સ નામના દંપતી રહે છે. બંને 29 એપ્રિલે ઘરે શિફ્ટ થયા હતા.

એલિસ લૂટ્ઝ અને હેરી ડેક્કર્સે પોતાનું ઘર બતાવ્યું કે તે બનાવ્યા પછી, તેમને ભાડા તરીકે દર મહિને 800 યુરો એટલે કે 71,667 રૂપિયા મળે છે.

ભારતમાં 3D પ્રિન્ટેડ હાઉસ પણ બનાવવામાં આવ્યા છે. આઈઆઈટી મદ્રાસના ઇજનેરોએ આશ્ચર્યજનક રીતે કર્યું છે. તેનું ઉદ્ઘાટન ખુદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કરાયું હતું. નિર્મલા સીતારામને આ 3D પ્રિન્ટેડ હાઉસનું વર્ચુઅલ રીતે ત્રણ દિવસ પહેલા અનાવરણ કર્યુ હતું. આ ઘર આઈઆઈટી મદ્રાસમાં બનાવવામાં આવ્યું છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights