Sun. Oct 13th, 2024

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા નજીક તુફાન અને ઈકો ગાડી વચ્ચે અક્સમાત સર્જાયો.

દાહોદ.ઝાલોદ    

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ઘાટી નજીક અવારનવાર અક્સમાતના બનાવો બને છે. આમ  આજ રોજ સાંજનાં 4થી 5 વાગ્યેના  અરસામાં અમદાવાદના રહેવાસી 4 વયક્તિઓ  ઈકો ગાડી લઈને મોનાડુંગર તેમનાં સગાને ત્યા મળવા ગયા હતાં પાછા વળતા વેલપુરા ઘાટી નજીક સામેથી ઉંધી  સાઈટ આવીને બેફામ ગતીએ તુફાન વાળાએ ઇકો ગાડીને ટક્કર મારતા ગાડી નીચે ખાડીમાં ઉતરી ગઈ હતી.

ત્યાંનાં સ્થાનિક લોકો દ્વારા જાણવા મલ્યું હતું કે તુફાન ગાડી વાળા 3 વયક્તિઓ હતાં તે  નશામાં હતાં અને અક્સમાત  થતા તે 3 વ્યક્તિ ભાગી ગયા હતાં એટલામાં સ્થાનિક લોકો દોડી આવીને પીડિત વ્યક્તિની મદદ કરી હતી.જાણવા મળેલ મુજબ પીડિત વ્યક્તિઓ દ્વારા તેમને કોઈપણ જાતનું વધારે ઇજા નહોતિ થઈ અને તેમણે પોલીસ ને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળ પર આવિને તેમણે પુછપરછ માટે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતાં અને તેમની જાણકારી મુજબ કાયદેસર રીતે તપાસ હાથ ધરી છે.

અક્સમાતમાં  કોઈ પણ જાતનું વધારે ઇજા થઈ નહતી.

Related Post

Verified by MonsterInsights