Mon. Jun 17th, 2024

દિલ્હીમાં ઓક્સિજન માગતી પડોશણ પાસે નરાધમે સેક્સની માગ કરી

By Shubham Agrawal May15,2021

કોરોના મહામારીના આ મુશ્કેલ સમયમાં લોકો એક બીજાને મદદ કરી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક એવા લોકો પણ છે કે જેઓ મદદની સામે વળતરરૂપે સેક્સની માગણી કરે છે.

કેટલાક રાજ્યોમાં રોગની સારવાર માટે જરૂરી તબીબી સ્રોતોની અછત વર્તાઇ રહી છે ત્યારે ઓક્સિજન સિલિન્ડરની અછત ચિંતાનો વિષય બની રહી છે. અનેક દર્દીઓના પરિવારોએ તબીબી સાધન સુવિધાઓનો પુરવઠો મળવવા માટે બાઇ-બાઇ ચાળણી કરવું પડી રહ્યું છે ત્યારે ઓક્સિજન સિલિન્ડરની સંઘરાખોરી અને એના કાળા બજાર દિલ્હી સહિત કેટલાક શહરોમાં અનર્થ સર્જી રહ્યા છે.

આવાં એક અનર્થરૂપે ઓક્સિજન સિલિન્ડર માગણી કરતી એક મહિલા પાસે, સિલિન્ડરના બદલામાં સેક્સની ઇચ્છા રાખતા એક નરાધમનો વીડિયો વાયરલ થતાં દર્શકોમાં રોષ ભભૂકી રહ્યો છે. દિલ્હીસ્થિત એક મહિલાએ ટિવટ કર્યું કે દિલ્હીની એક સારી ગણાતી કોલોનીમાં રહેતી એના મિત્રની બહેને એના દર્દી-પિતા માટે, પડોશી પાસે ઓક્સિજનની માગણી કરતા, પડોશીએ બદલામાં સેક્સની અપેક્ષા વ્યક્ત કરી હતી.

આથી ચોંકી ઉઠેલા નોટિઝન (નેટના વપરાશકર્તાઓ) પૈકી એકે નફફટ પડોશી વિષે પોલીસ-ફરિયાદ કરવા સૂચવ્યું, તો અન્યે કોલોનીના રેસિડેન્સ વેલફેર એસોસિયેશન પાસે રજૂઆત કરવા જણાવ્યું કેટલાક તીખા દર્શકોએ પડોશીધર્મ ચૂકનારા નાલાયક શખ્સનું નામ જાહેર કરવા પણ સૂચવ્યું છે.

સભ્ય સમાજ માટે વધુ આંચકારૂપ હકીકત એ છે કે આવી અસહ્ય ઘટનાઓની પણ લાઇન લાગી છે : અગાઉ, 14 એપ્રિલે, મુંબઇના અંધેરીમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા કોરોનાની એક મહિલા-દર્દી પર બળાત્કાર કરવા બદલ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલાં એક શખ્સની અટક કરાઇ હતી. આ ગુંડાએ પહેલા મહિલાને વિનંતી કરી હતી.પછી એને સતાવવા માટે બાંધી દીધી હતી અને સેક્સની માગણી કરી હતી.

કોરોનાની સારવાર માટે ઉપયોગી થઇ પડે એવા સાધન-સુવિધાઓની માગણી કરનારા પાસે સેક્સની અપેક્ષા રાખવી એ એક જાણે ટ્રેન્ડ થઇ ગયો છે. ! લોકડાઉનમાં લોકોને રહેવા માટે ઘર (ભાડે) આપવાના બદલામાં એમના શરીરની અપેક્ષા રાખનારા ઉમરાવોની સંખ્યા ઇંગ્લેન્ડમાં વધી રહી છે. ! ફરી મુંબઇની શરમને જાણીએ : અહીંની એક મહિલા-નાગરિકે એના બીમાર મિત્ર માટે પ્લાઝમાનું દાન માગતી ઓનલાઇન વિનંતી કરીં. સાથે પોતાનો ફોન નંબર મૂક્યો. પ્રતિભાવમાં એ મહિલાને શું મળ્યું ? અનૈતિક સંબંધ માટેના પ્રસ્તાવો, જોતાં ચીતરી ચઢે એવા સેક્સને લગતા ચિત્રો તથા આકૃતિઓ અને સેક્સની માગણી કરતા ફોન-કોલતો ખરા જ !

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *