Sat. Dec 7th, 2024

ધો-10ના વિદ્યાર્થીઓને એક સપ્તાહમાં મળી જશે માર્કશીટ

ધો 10માં માસ પ્રમોશન બાદ માર્કશીટ ક્યારે મળશે અને ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે આપવો તેની મુંઝવણ વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ દિનેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. એક સપ્તાહમાં સરકાર તમામ માસ પ્રમોશન થયેલા વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડી દેશે. સાથે જ ધોરણ 11માં પ્રવેશ કઈ રીતે આપવો તેને લઈને પણ સપ્તાહના અંતમાં નિર્ણય લેવાઈ જશે. જો કે સત્તાવાર જાહેરાત શિક્ષણ મંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમા કરશે.

ધોરણ 10માં સરકારે બોર્ડ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ ધોરણ 10નું પરિણામ કઈ રીતે આપવુ અને કઈ રીતે માર્કશીટ તૈયાર કરવી તે અંગે મોટી મુશ્કેલી છે. ત્યારે આ મુદ્દે સરકારે રચેલી તજજ્ઞોની કમિટીની હજુ સુધી એક જ બેઠક મળી છે. પોલિસી ક્યારે જાહેર થશે તે હજુ નક્કી નથી. ત્યારે આ વર્ષે ધોરણ 11ના પ્રવેશને લઈને સ્કૂલો મુંઝવણમાં છે.

Related Post

Verified by MonsterInsights