Fri. Sep 20th, 2024

પાટણ / શેડ ન હોવાથી ચિતાને તાડપત્રીથી ઢાંકવી પડી, અગ્નિદાહ સમયે પડ્યો વરસાદ

પાટણ : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જસલપુરના સ્મશાનનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. દેવીપૂજક સમાજના સ્મશાનમાં તાડપત્રીના સહારે અગ્નિસંસ્કાર કરાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.


એક ચિતા સળગી રહી છે આ સમયે વરસાદી ઝાપટાને કારણે મૃતકની સળગતી ચિતા ન ઓલવાઈ જાય તે માટે સ્વજનોએ ઉપર તાડપત્રીની આડશ કરી અને લાકડીના ટેકે પરીચિતો અને મિત્રો આસપાસમાં ઉભા રહી ગયા.આ પૂર્વે લાકડા માટે પણ સ્વજનોને રઝળપાટ કરવી પડતી હતી. સુવિધાઓનો અભાવ હોવાથી સ્મશાનમાં અંતિમવિધિ સમયે અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે.

Related Post

Verified by MonsterInsights