અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં પાર્કિંગ પોલિસી જાહેર થઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસી નક્કી કરવા માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા બાદ કોર્પોરેશન એક્શનમાં આવ્યું અને નવી પાર્કિંગ અંગે વિચારણા કરી હતી.
નવી પોલીસીમાં વાહન લેતી વખતે પાર્કિંગની જગ્યા દર્શાવવી ફરજિયાત નથી. એસ્ટેટ અને એન્જિનિયર વિભાગ નીતિમાં સુધારો કરીને એક કમિટી બનાવશે. જો કે, હજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ પાર્કિંગ પોલીસીમાં કેવા સુધારા વધારા કરે છે તે જોવાનું રહ્યું.