દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ગત મંગલવારે કુટુંબીઓ વચે ઉંચા અવાજે વાત કરવા સંબંધે તકરારમાં 4 લોકોએ લાકડી તથા પથ્થરમારો કરી ઇજાઓ પહોચાડતા 3 જણ ઇજાગ્રસ્ત થયા હતા. જે સંબંધે સુખસર પોલીસ સ્ટેશને કાયદેસર ગુનો દાખલ કરવાનો જાણવા મલ્યું છે.
પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે નવા ઘરના ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ રૂપાભાઈ મછાર ખેતીવાડી દ્વારા ગુજરાન ચલાવે છે જેની સાથે ભુરાભાઈ તેરસીંગભાઈ મછારની સાથે બોલચાલી થયેલ હતી જેની અદાવત રાખી મંગળવારના રોજ તેમનો કુટુંબી વિજુંંનભાઈ ભુરાભાઈ મછાર તથા રમીલાબેન ભુરાભાઈ મછાર લાકડી લઈ લક્ષ્મણભાઈના ઘરે જઈ ગાળો આપી કહેવા લાગેલા કે ગઈકાલે તમોએ અમારા માણસ સાથે ઊંચા અવાજે કેમ વાત કરી હતી તારી પત્ની હાલીબેન ને તું બોલાવવા તારી સાસરીમાં કેમ જતો નથી અને અમારા માથે ખોટું આળ મૂકે છે તેમ કહી વિજુનભાઈ મછાર એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાંથી લાકડી લક્ષ્મણભાઈ મછારના માથાના ભાગે તથા કપાળ ભાગે ફટકા મારતા લોહીલુહાણ થઈ ગયા હતા અને ડાબા હાથે લાકડીનો ફટકો મારતા ગંભીર ઇજા પોહચાડતા રૂપાભાઈ મછાર દોડી આવતા રમીલાબેન ભુરાભાઈ મછારએ હાથમાં પથ્થર રાખી જમણા કાન ઉપર તેમજ જમણી આંખની નીચે તેમજ ડાબા ખભા ઉપર ઇજા પહોચાડેલી જ્યારે મણીબેનને પણ ડાબી આંખના નીચે ગાલ ઉપર પથ્થરો મારી ઇજાઓ કરેલ. જ્યારે ભુરાભાઈ તેમના હાથમાં ધારિયું લઈ દોડી આવી જ્યારે તેજાભાઈ મછાર તેના હાથમાં લાકડી લઈ આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી.
ઉપરોક્ત આરોપી પર કાયદેસરની લાગતી કલમો લગાવી તેમનાં ગુના વિરોધ કાર્યવાહી હાથધરી છે.