Sat. Dec 14th, 2024

ફેક મેસેજથી સાવધાન:સોશ્યિલ મીડિયામાં બાળક દત્તક લેવાનો ખોટો મેસેજ ફરતો થયો

છેલ્લા કેટલાક સમયથી સોશ્યિલ મીડિયામાં બાળક કે બાળકી દત્તક લેવા અંગેના મેસેજ ફરી રહ્યા છે, તે ફેક હોવાનું જણાવીને આવું કયાંક થતું હોય તો જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા એકમનો સંપર્ક સાધવા અપીલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ને અપીલ રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તમને સોશ્યલ મીડિયાના માધ્યમથી દીકરા કે દિકરીઓને દત્તક લેવા અંગેના મેસેજ મળે કે જેમાં કોવિડ-19 મહામારીના કારણે અનાથ થયેલા દીકરાકે દીકરીને દત્તક લેવા માટે અપીલ કરવામાં આવી હોય તો આવા મેસેજ ખોટા છે. તેને મહેરબાની કરી, આગળ શેર ના કરો અને અનાથ બાળકોને સીધા દત્તક લેવા કે આવા બાળકોની જાણકારી છુપાવવી એ કાનુન અપરાધ છે.

તાત્કાલિક જિલ્લા બાળ સુરક્ષા એકમ/ બાળ કલ્યાણ સમિતિ/ ચાઇલ્ડ લાઇન-1098/ સ્થાનિક પોલીસને જાણ કરો. દત્તક બાળક લેવા ઇચ્છુક માતા-પિતા માટે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની માર્ગદર્શિકા મુજબ ઓનલાઇન નોંધણી માટેની વેબસાઇટ પર કરવાની ફરજિયાત છે.

બીજી બાજુ રાજય સરકાર દ્વારા કોરોનાની મહામારી માં સંક્રમિત થયેલા માતા પિતાની સારવાર દરમિયાન તેમનાં સંતાનોની કાળજી રાખવાની વ્યવસ્થા સમાજ સુરક્ષા અને ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા કરવામાં આવી છે. અને સંક્રમણ દરમિયાન મૃત્યુ પામેલા માતાપિતાના સંતાનો ને રાજ્ય સરકારના સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળ સુરક્ષા ગૃહમા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Related Post

Verified by MonsterInsights