બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓએ શુક્રવારે સવારે ગુજરાત કોંગ્રેસના રાજ્ય મુખ્યાલયની ઇમારત પર પોસ્ટર ચોંટાડી દીધા હતા. જેમાં લખ્યું હતું કે પાર્ટી કાર્યાલયનું નામ બદલીને ‘હજ હાઉસ’ કરી દેવામાં આવ્યું. બજરંગ દળની સહયોગી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ કહ્યું કે, તેના કાર્યકર્તાઓએ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે લઘુમતીઓ બાબતે હાલના નિવેદન વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવવા માટે આ કાર્યવાહી કરી. જગદીશ ઠાકોરે બુધવારે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના વિચારોનું સમર્થન કર્યું હતું કે, દેશના સંસાધનો પર લઘુમતીઓનો પહેલો અધિકાર હોવો જોઈએ.

તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસ આ વિચારધારાથી વિચલિત નહીં થાય, ભલે તેને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં સ્થિત પાર્ટીની રાજ્ય એકાઈના મુખ્યાલય રાજીવ ગાંધી ભવન’ પર બજરંગ દળના હુમલાની નિંદા કરતા કહ્યું કે આ યુવાઓને ભ્રમિત કરી દેવામાં આવ્યા છે. તેમણે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પર ગુંડાગર્દીને પ્રાયોજિત કરવાનો પણ આરોપ લગાવ્યો.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં પ્રદર્શનકારીઓ ગુજરાત કોંગ્રેસના મુખ્યાલયની દીવાલો પર સ્પ્રે કલરનો ઉપયોગ કરીને ‘હજ હાઉસ’ લખે છે અને પરિસરમાં લગાવવામાં આવેલા બેનરો પર અલગ અલગ કોંગ્રેસન નેતાઓની તસવીરને વિકૃત કરતા દેખાડવામાં આવ્યા છે. ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્ર સિંહ રાજપૂતે કહ્યું કે, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું હતું કે દેશના સંસાધનો પર સૌથી પહેલા લઘુમતીઓનો અધિકાર છે.

આ પાર્ટી એક તરફ ધર્મ નિરપેક્ષતા અને સમાનતાની વાત કરે છે અને પછી વોટ માટે તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. અમે આ ધર્મ કેન્દ્રિત રાજનીતિ વિરુદ્ધ છીએ કેમ કે આ દેશ અને સમાજમાં વિભાજન ઉત્પન્ન કરે છે. આ દેશ બધા 135 કરોડ નાગરિકોનો છે. પોતાનો વિરુદ્ધ નોંધાવવા માટે, બજરંગ દળના લગભગ 20 કાર્યકર્તાઓએ સવારે રાજીવ ગાંધી ભવનની અંદર અને બહાર પોસ્ટર ચોંટાડીને રાજ્ય કોંગ્રેસ મુખ્યાલયનું નામ બદલીને ‘હજ હાઉસ’ કરી દીધું.

જોકે મુખ્ય દરવાજો બંધ હતો એટલે અમે મુખ્ય દરવાજા પર પણ એક પોસ્ટર ચોંટાડી દીધું. આ જાહેરાત કરતા રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ઈમારતનું નામ બદલીને ‘હજ હાઉસ’ કરી દીધું છે. રાજપૂતે કહ્યું કે, જોકે આ કાર્યવાહી સવારે લગભગ 5 વાગ્યે કરવામાં આવી હતી એટલે કોંગ્રેસ રાજ્ય મુખ્યાલયમાં એક સુરક્ષા ગાર્ડ સિવાય કોઈ ઉપસ્થિત નહોતું. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, પાર્ટી પ્રદર્શનકારીઓ વિરુદ્ધ દબાણની ફરિયાદ નોંધાવવાની યોજના બનાવી રહી છે.

આ કાર્યકર્તાઓને સત્તાધારી ભાજપે ગેર મુદાનો મુદ્દો ઊભો કરવા મોકલ્યા હતા. આ ભાજપ પ્રાયોજિત લોકોની ગુંડાગર્દી છે. આ કાર્યકર્તાઓનું મન ભ્રમિત થઈ ગયું છે. તેમણે કોરોના દરમિયાન અવ્યવસ્થા કે જ્યારે પ્રતિયોગી પરિક્ષાઓના પ્રશ્ન પત્ર લીક થઈ ગયા, તેના માટે ભાજપ સરકારના મંત્રીઓના ચહેરા પર કાળી સ્યાહી કેમ ન ફેકી?

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights