Fri. Nov 8th, 2024

બજાજ હેલ્થકેરના પાનોલી યુનિટમાં આગ લાગી, 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા

આજે વહેલી સવારે ભરૂચનો પાનોલી જીઆઇડીસીવિસ્તાર ઇમરજન્સી સાયરનોની અવાજથી ખળભળાટ મચી ગયો હતો. બજાજ હેલ્થકેર કંપનીમાં ઔદ્યોગિક વસાહતમાં આવેલ આજે વહેલી સવારના અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં સવારે અચાનક ફાટી નીકળેલી આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઇ લીધો હતો. કંપનીની ફાયર સેફટી સિસ્ટમ કાબુ મેળવવાના માટે અસક્ષમ સાબિત થતા આસપાસની કંપનીઓ અને ફાયર બ્રિગેડને મદદ માટે કોલ પાયો હતો. અંકલેશ્વર અને પાનોલીના ૫ ફાયર ફાઈટર ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા જેમણે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા.

આગનું સ્વરૂપ એટલું ગંભીર હતું કે તેની જવાળાઓ ૨ કિમિ દૂરથી પણ જોઈ શકાતી હતી. ઘટનાની ગંભીરતા કેમિકલ ફાયર એક્સપર્ટ ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર – ડીપીએમસીના નિષ્ણાતોની ટીમ પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર આંશિક નિયંત્રણ મેળવી શકાયું હતું જોકે સંપૂર્ણ કાબુ મેળવવા હજુ થોડો સમય લાગી શકે છે.

આ ઘટના અંગે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટના સંદર્ભે પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબી સ્વતંત્ર તપાસ હાથ ધરશે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી

Related Post

Verified by MonsterInsights