Sat. Dec 14th, 2024

બે-ત્રણ મહિનામાં બધાને રસી મળી જાય તે શક્ય નથી: પૂનાવાલા

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ આદર પૂનાવાલાએ પોતાના દેશના લોકોને નજરઅંદાજ કરી બીજા દેશોમાં વેક્સીન નિકાસ કયર્નિા આરોપોને ફગાવી દીધા છે. તેમણે આ અંગે મંગળવારે સ્પષ્ટતા કરી. પૂનાવાલાએ કહ્યું કે, તેમણે ક્યારેય દેશના લોકોના હિતોને નજરઅંદાજ કરી વેક્સીનની નિકાસ નથી કરી. સીરમએ કોવિશીલ્ડ બનાવી છે. સીરમ વેક્સીન બનાવતી દુનિયાની સૌથી મોટી કંપ્ની છે.

એસઆઈઆઈએ એક સ્ટેટમેન્ટમાં જારી કર્યું છે કે, અમે ફરી એકવખત એ કહેવા ઈચ્છીએ છીએ કે અમે ક્યારેય ભારતીય લોકોના હિતોને નજરઅંદાજ કરી વેક્સીનની નિકાસ નથી કરી. અમે દેશમાં રસીકરણ અભિયાનમાં સહકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે તેના માટે શક્ય તમામ પ્રયાસ કરીશું.

પૂનાવાલાએ કહ્યું કે, ભારત ઘણી વધારે વસ્તીવાળો દેશ છે. એટલે અહીં બે અને ત્રણ મહિનામાં રસીકરણ અભિયાન પુરું થઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, તેમની કંપ્ની કોવેક્સીનનું ઉત્પાદન વધારવાના પ્રયાસો ચાલુ રાખશે. તેમણે કહ્યું કે, સીરમ આ વર્ષના અંત સુધીમાં બીજા દેશોને વેક્સીનની નિકાસ શરૂ કરશે.

Related Post

Verified by MonsterInsights