18 મેના રોજ ‘તૌકતે’ નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા સર્જાઈ છે. જેથી સૌરષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લામાં વાવાઝોડાની અસર થઈ શકે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. દરિયામાં ગયેલ એક હજારથી વધુ માછીમારોની બોટને પરત બોલાવાઈ છે. વલસાડના 28 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ ગઈ છે જ્યારે કચ્છમાં 123 ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો ગાંધીનગરથી મામલતદાર સહિતના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સરકારે આદેશ કર્યા છે.