ભરતીમાં ભલામણો માટે વોટ્સઅપ ગ્રૂપ બનતા NSUIનો વિરોધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીનો વિવાદ

0 minutes, 0 seconds Read

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની નિમણુકમાં વ્હાલા દવલાંની નીતિ હોવાનો આક્ષેપ લાગ્યો છે. જેને લઈ NSUIએ સૌરાષ્ટ્ર યુનિ.માં કુલપતી અને ઉપકુલપતી સમક્ષ રજૂઆત કરી વિરોધ દાખવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિ.માં અધ્યાપકોની કરાર આધારિત ભરતીમાં ભાજપના સભ્યોએ ખાસ વોટ્સઅપ ગ્રુપ બનાવી સંકલનના નામે ભલામણો કરી હોવાની ચર્ચા હતી. અને 25 ભવનમાં 88 અધ્યાપકોની ભરતીને મામલે 12 અલગ અલગ ભવનમાં 23 નામની ઓન સ્ક્રિન ભલામણ થઈ હોવાની ચર્ચા ઉઠતા વિવાદ વકર્યો છે.

એવામાં NSUIએ માગ કરી છે કે ભરતી પ્રક્રિયા ભલામણો વગર અને ટ્રાન્સપરન્સી સાથે થાય. તો આ તરફ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતી અને ઉપકુલપતીએ સમગ્ર મામલે કહ્યું હતુ. કે “હાલ તેઓ પાસે કોઈ નામ આવ્યા નથી.


27 તારીખે સિન્ડિકેટ બેઠકમાં તમામ નામ ખુલ્શે. તેમાં કોઈ મેરીટ વગરના જો કોઈ નામ હશે તો તેની ભરતી નહી કરવામાં આવે.” સમગ્ર મામલે સિન્ડિકેટ સભ્ય ભરત રામાનુજે વોટસગ્રુપમાં ભલામણ કરવા બાબતની વાતને નકારી છે અને પોતાના અંગત કામ માટે નામ લખ્યા હોવાનું નિવેદન આપ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણને બદલે રાજકારણનો અખાડો બની ગયેલી યુનિવર્સિટીમાં તો કરાર આધારિત ભરતી જ થવાની છે. તેમાંય જુદા જુદા ભવનોમાં 88 જેટલા પ્રોફેસરને 11 માસના કરાર પર આધારિત ભરતી કરવાની પ્રક્રિયામાં પણ રાજકરણ શરુ થઈ ગયું છે. હાલ સિન્ડિકેટ સભ્યોમાંથી ભાજપના સભ્યોએ એક અલગ વ્હોટસએપ ગ્રૂપ બનાવી તેમાં પોતાની પસંદના ઉમેદવારોના નામ આપ્યા હતા.

 

author

Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Verified by MonsterInsights