Wed. Sep 11th, 2024

ભારતની સરહદનો મોરચો સંભાળશે દેશની દિકરીઓ, ITBPની સૌપ્રથમ મહિલા અધિકારીઓને મળ્યું સરહદે પોસ્ટિંગ

ભારત અને ચીન વચ્ચેની લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલની સુરક્ષા કરતી આઇ.ટી.બી.પી. એટલે કે ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ દ્વારા તેની સૌપ્રથમ બે મહિલા અધિકારીઓને સરહદ પર પોસ્ટીંગ આપવામાં આવ્યું છે . મસૂરીની ટ્રેનિંગ એકેડેમી ખાતે તાલીમ પૂર્ણ થયા બાદ બન્ને મહિલા અધિકારીઓને આસિસ્ટન્ટ કમાન્ડન્ટની રેન્ક પર પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. મસૂરી ખાતે આઇ.ટી.બી.પી. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી ખાતે 53 અધિકારીઓની પાસિંગ આઉટ પરેડ અને કમિશન સેરેમની યોજાઇ હતી.

આ કાર્યક્રમમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી મુખ્ય અતિથિ હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ધામી અને આઇ.ટી.બી.પી.ના ડિરેક્ટર જનરલ એસ.એલ. દેશવાલે 680 પાનાંનાી હિસ્ટરી ઓફ આઇ.ટી.બી.પી. નામની બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં આ દળની વિવિધ જાણી-અજાણી બાબતો લખવામાં આવી છે.

આજે કમિશન ધનારી બન્ને અધિકારીઓ પ્રક્રિતી અને દીક્ષા કુમારના ખભા પર કમિશન રેન્ક મુખ્યમંત્રી ધામીઅને ડી.જી. દેશવાલ દ્વારા મૂકવામાં આવ્યા હતા. પ્રક્રિતીના પિતા એરફોર્સના નિવૃત્ત અધિકારી છે. જ્યારે દીક્ષાના પિતા કમલેસ કુમાર આઇ.ટી.બી.પી.માં ઇન્સપેક્ટર તરીકે જ ફરજ બજાવે છે. દીક્ષાની પાસિંગ આઉટ પરેડ બાદ તેના પિતાએ તેને સેલ્યુટ કર્યુ હતું અને ત્યારબાદ પુત્રીને ભેટી અભિનંદન પાઠવ્યા હતા.

Related Post

Verified by MonsterInsights