કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ ગુજરાત પ્રવાસે ગાંધીનગર પહોંચ્યા, સાધ્વી નિરંજન જ્યોતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી બ્રિજેશ મેરજા સાથે બેઠક કરી, જેમાં નાગરિક પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં.
આ બેઠક બાદ સાધ્વી નિરંજન જ્યોતિએ કહ્યું કે ગુજરાતમાં પીએમ આવાસ યોજના અન્વયે ગ્રામીણ વિસ્તારોમાં સારૂ કામ થયું છે, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં દેશભરમાંથી લોકો રોજીરોટી માટે આવે છે, એક દેશ, એક રેશનકાર્ડ થકી સૌને અનાજનો યોગ્ય પુરવઠો મળી રહે તે માટે તંત્ર કાર્ય કરશે, ગુજરાતના તમામ જિલ્લામાં FCIના ગોડાઉન બનાવવામાં આવશે.