ગુજરાતના સૌથી મોટા જગન્નાથજી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. આ વર્ષે નિકળનારી 144મી રથયાત્રા કોરોનાને કારણે યોજાશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. પરંતુ સરકારી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રા અંગે પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા લઈને પોલીસે રિહર્સલ અને મોકડ્રીલથી બંદોબસ્તની ચકાસણી કરી હતી. રથયાત્રાના સંવેદનશીલ માર્ગ ઉપર પોલીસ પેટ્રોલીંગ અને ટ્રાફિક ડાયવર્ઝનને લઈને બેઠક કરવામા આવી હતી.
સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક અને પોલીસ બંદોબસ્તની સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
રથયાત્રા અંગે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી. પરંતુ પોલીસ સતત એક્શન પ્લાન બનાવીને રૂટ પર પેટ્રોલીંગ કરીને અને શાંતિ સમિતિની બેઠક દ્રારા રથયાત્રાની સુરક્ષા ચકાસણી રહી છે.