રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતી છ સંતાનોની માતાના સૌથી નાનકડા પુત્રને આંચકી ઉપડી હતી. જેથી પોતાના પુત્રની સારવાર માટે પોતાના અન્ય ત્રણ સંતાનોની સાથે તે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. આ સમયે તેની 16 વર્ષની સગીર પુત્રી તેમજ 13 વર્ષ અને 10 વર્ષનો દીકરો પણ હાજર હતા. 16 વર્ષની સગીર પુત્રીને એક બાઈક ચાલકે મોબાઈલ, રોકડ તેમજ ફરવાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને સ્લીપર કોચમાં બેસાડી ચોટીલા સુધી ફેરવવાનું બહાનું પણ આપ્યું હતું. ત્યારબાદ બસમાં ઉપરના સોફામાં સગીરાને બેસાડી તેની પાસે શારીરિક સંબંધની માગણી કરી હતી.

શારીરિક સંબંધની સામે સગીરાને રૂપિયા 500ની લાલચ પણ આપી હતી. તેમ છતાં સગીરાએ તેને શારીરિક સંબંધ બાબતે ના પાડી હતી. આ દરમિયાન આરોપીએ સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ બસ ઉભી રખાવી હતી અને ત્યારબાદ સગીરા સાથે તે બસમાંથી નીચે ઉતરી ગયો હતો. બાદમાં અમદાવાદથી રાજકોટ તરફ આવતી એક કારમાં તેઑ ગ્રીનલેન્ડ ચોકડી સુધી પહોંચ્યા અને ત્યાંથી સગીરાને બાઈકમાં બેસાડી સિવિલ હોસ્પિટલ ખાતે ઉતારીને તે જતો રહ્યો હતો.

નોંધનીય છે કે, સમગ્ર મામલે સગીરાના બંને ભાઈઓએ પણ માતાને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ત્રણેય જમવાનું લેવા માટે લોટરી બજાર તરફ ગયા હતા. ત્યારે બાઈક ચાલક મળ્યો હતો. થોડીક વાર માટે ત્રણેય ભાઈ બહેનને રેસકોર્સ રીંગ રોડ પર બાઈકની ચક્કર પણ મરાવી હતી. ત્યારબાદ બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલના ગેટ પર છોડી બેનને બેસાડી ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપી બે સંતાનોનો પિતા હોવાનું સામે આવ્યું છે.

 

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights