Sat. Oct 5th, 2024

રાજકોટ / ધો. 6 થી 8ની શાળાઓ ખોલવા પર ચર્ચા, કોરોના સંક્રમણમાં ઘટાડો

રાજકોટ : ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત કાબૂમાં છે. કોરોનાના કેસ ઘટતા ધો. 6 થી 8ની શાળા ખોલવા પર ચર્ચા થઈ રહી છે. ત્યારે સ્વર્નિભર શાળા સંચાલક મહામંડળના હોદ્દેદાર જતીન ભરાડે જણાવ્યું કે, દરેક ધંધાકીય પ્રવૃતિ ચાલુ છે. પરિવારમાંથી લોકો કામ અર્થે બહાર જાય છે. કોરોનાની ત્રીજી લહેર આવશે તેવા ડરેથી શાળાઓ ન ખોલવી તે યોગ્ય નથી. હાલ કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.

ત્યારે રાજયમાં રાબેતા મુજબ વાતાવરણ શરૂ થઇ ગયું છે. સાથે જ કોલેજો અને શાળાના અમુક વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે નાના ભૂલકાંઓની શાળાઓ શરૂ કરવા અંગે હજુ અસંમજસની સ્થિતિ છે. કારણે કે, કોરોનાની ત્રીજી લહેરની હજુ દહેશત હોવાનું કહેવાઇ રહ્યું છે.

 

Related Post

Verified by MonsterInsights