Fri. Sep 20th, 2024

રાજકોટ / પડધરીના નાની ખીજળિયા ગામમાંથી એક નવજાત બાળકી મળી આવી, વાડી માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી

શનિવારે વહેલી સવારે રાજકોટ જિલ્લાના પડધરીના નાની ખીજળિયા ગામમાં એક નવજાત બાળકી લાલ કપડામાં ઢાંકેલી મળી આવી. જ્યાં ગામના આગેવાને 108ને જાણ કરી હતી. અને માલિક નવલસિંહ જાડેજાએ ફરિયાદી બનીને ગુનો નોંધાવ્યો હતો.

 

ગ્રામજનોમાં ફૂલ જેવી નવજાત બાળકીને તરછોડી મુકનાર માતા-પિતા સામે રોષ ભભૂકી ઉઠયો છે તો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે નવજાત બાળકીનો જન્મ અંદાજે રાતે 3 વાગ્યાની આસપાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. નવજાત બાળકીને ત્યજેલી જગ્યાથી 100 મીટર દૂર રોડ પર જ ડિલેવરી થઈ હોવાના પુરાવા પોલીસે એકત્ર કર્યા છે. પોલીસે બાળકીના DNA અને રોડ પરથી લીધેલા લોહીના નમૂના FSLમાં મોકલ્યા છે.

રોડ પર મહિલાના પગના લોહીવાળા નિશાન અને પરત જતી વખતના પણ ફૂટ પ્રિન્ટ મળ્યા છે. નવજાત બાળકીને ખાડામાં રેતી નાખી ડાંટી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આંગણવાડી વર્કરના અને મોબાઈલ ટાવર ડમ્પ આધારે તપાસ શરૂ કરી છે.

આ નવજાત બાળકીને 108માં જ ઓક્સિજન પૂરો પાડીને તાત્કાલિક સારવાર આપવામાં હતી. ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકી સીમમાંથી મળી હોય ત્યાં સીસીટીવી કેમેરાની સુવિધા ના હોવાથી બાળકીની માતાની ઓળખ કરવી મુશ્કેલ છે. આમ છતાં આંગણવાડીમાંથી સગર્ભાઓની માહિતી મેળવી બાળકીની માતા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.

 

 

Related Post

Verified by MonsterInsights